Thursday, 28/03/2024
Dark Mode

લીમખેડા-મહુડી રેલ સેક્શનમાં એક પખવાડિયામાં બીજી રેલ દુર્ઘટના:25 હજાર મેગાવોટનો ઓવર હેડ વાયર તૂટી પડતા દિલ્હી-મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો..

August 1, 2022
        1754
લીમખેડા-મહુડી રેલ સેક્શનમાં એક પખવાડિયામાં બીજી રેલ દુર્ઘટના:25 હજાર મેગાવોટનો ઓવર હેડ વાયર તૂટી પડતા દિલ્હી-મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો..

  રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક...

દાહોદ નજીક લીમખેડા-મંગલ મહુડી સેક્શન વચ્ચે રેલવેનો 25 હજાર મેગાવોટનો ઓવર હેડ વાયર તૂટી પડતા દિલ્હી મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો.

ત્રણ મેલ એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત, એક શોર્ટ ટર્મીનેટ:ઓવરહેડ વાયર તુટતા ૫ થી ૭ કલાક સુધી રેલમાર્ગ પ્રભાવિત..

ત્રણ મેલ એક્સપ્રેસ ટ્રેનોના માર્ગ પરિવર્તીત કરાયા:એક ટ્રેન શોર્ટ ટર્મીનેટ:રતલામ DRM ની સીધી નિઘરાણીમાં કંટ્રોલરૂમ રાતભર ધમધમતું રહ્યું:આખી રાત સમારકામ ચાલ્યું..

અવંતિકા, રાજધાની જેવી ટ્રેનોમાં ડિઝલ એન્જીન લગાવી રવાના કરાઈ: લીમખેડા-મહુડી રેલ સેક્શનમાં એક પખવાડિયામાં બીજી રેલ દુર્ઘટના 

દાહોદ તા. 01

 

દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલવે સ્ટેશન નજીક તાજેતરમાં માલગાડીના 16 જેટલા ડબ્બા પાટા પરથી ખડી પડતા સર્જાયેલ દુર્ઘટનામાં થયેલ નુકસાન થી રેલવે વિભાગની કળ વળી નથી ત્યાં તો રાતે 10 થી 11:00 વાગ્યાના સમયગાળામાં પશ્ચિમ રેલવે રતલામ મંડળ માં સમાવિષ્ટ દાહોદ જિલ્લાના રતલામ મંગલ મહુડી સેકશન વચ્ચે પુનઃ રેલ દુર્ઘટના બનવા પામી હતી. જેમાં અપલાઇનનો 25,000 મેગાવોટનો ઓવરહેડ વાયર તૂટી પડતાં દિલ્હી મુંબઈ વચ્ચેનો બંને તરફનો અપ એન્ડ ડાઉન રેલવે વ્યવહાર ખોરવાયો હતો. આ ઘટનાની જાણ રેલવેના અધિકારીઓને થતા તેઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવતા વહેલી પરોઢે ડાઉન લાઇન ચાલુ કરી દેવામાં આવી હતી.

રેલવે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત રાતે 10:00 વાગ્યાની આસપાસ રતલામ થી મુંબઈ તરફ જતી ઈન્દોર પુણે સુપરફાસ્ટ ટ્રેન મંગલ મહુડી રેલવે સ્ટેશન એથી નીકળી હતી. અને ત્યારબાદ એક સિંગલ એન્જિન નીકળ્યું હતું. અને ત્યારબાદ ઇન્દોર થી મુંબઈ જતી અવંતિકા એક્સપ્રેસ ટ્રેન નીકળે તે પહેલા જ 25 હજાર મેગાવોટ નો ઓવર હેડ વાયર અકસ્માતે ક્ષતિગ્રસ્ત થઈ તૂટી જવા પામ્યો હતો. જો ઈન્દોર મુંબઈ અવંતિકા એક્સપ્રેસ ટ્રેન નીકળી તે વખતે જ જો ઓવરહેડ વાયર તૂટતો તો કેટલી ભયાનક દુર્ઘટના સર્જાતી અને ટ્રેનમાં બેઠેલા કેટલાય મુસાફરો વીજ કરંટ લાગતા મોતને ભેટતા તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

 દાહોદ સ્ટેશને ઇમર્જન્સી સાયરન વાગતા રેલવે તંત્રમાં દોડધામ મચી: બંને તરફનો વાહન વ્યવહાર ખોરવાયો

લીમખેડા -મંગલ મહુડી સેક્શનમાં અપ લાઈન પર થાંબલા નંબર 517 A/21-23 પર ૨૫ હજાર મેગાવોટનો ઓવરહેડ વાયર તૂટી પડતા દાહોદ રેલવે સ્ટેશન પર ઇમર્જન્સી સાયરન વાગતા રેલ કર્મીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારબાદ અપલાઇન પર ઓવરહેડ વાયર તૂટી ગયાનો બહાર આવતા દિલ્હી મુંબઈ વચ્ચેનું અપ અને ડાઉન લાઈનનો રેલવે વ્યવહાર ખોરવાઇ ગયો હતો  

 રતલામ મંડળના ડીઆરએમની કંટ્રોલરૂમમાં સીધી નિઘરાણી હેઠળ યુદ્ધના સ્તરે રાતભર સમારકામ કામ ચાલ્યું

અપ લાઈનનો ઓવરહેડ વાયર તૂટી પડતાં રેલવે તંત્ર તાબડતોડ એક્શનમાં આવ્યું હતું. અને રતલામ મંડળના DRM વિનીત ગુપ્તાની કંટ્રોલરૂમ થી નિઘરાણી કરી રહ્યા હતા.તેમજ રેલવેના સંલગ્ન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઇમર્જન્સી વાન સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જેમાં ઓવરહેડ લાઈનનો આખી રાત યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી ચાલુ રહ્યું હતું. રેલવે દ્વારા તમામ સુરક્ષા અને સલામતી નું નિરીક્ષણ કર્યા બાદ બંને તરફના રેલમાર્ગ વહેલી સવારે ચાલુ કરવામાં આવ્યા હતા.

રતલામ-વડોદરા વચ્ચે  5 થી 7 કલાક રેલ વ્યવહાર બંધ રહ્યો:માલગાડી પસાર કર્યા બાદ મેલ એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો પાસ કરાઈ

 

રેલવે તંત્ર દ્વારા બે કલાકની જહેમત બાદ રાત્રીના 1:00 વાગ્યાં સુધી ડાઉનલાઇનનું કાર્ય પૂર્ણ કરી પ્રથમ માલગાડી પસાર કરી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલવે દ્વારા તમામ નિરીક્ષણ કર્યા બાદ 12956 મુંબઈથી જયપુર જતી ગણગોર એક્સપ્રેસ ટ્રેનને ડાઉન લાઇન પરથી સફળતાપૂર્વક પસાર કરવામાં આવતા રેલવે વિભાગના અધિકારીઓએ હાશકારો લીધો હતો. અને ત્યારબાદ ડાઉન લાઇન ચાલુ કરી દેવામાં આવી હતી. જ્યારે વહેલી સવાર સુધી અપલાઇનની સમારકામની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.

 રેલવે વ્યવહાર બંધ થતાં ત્રણ મેલ એક્સપ્રેસ ટ્રેનોના માર્ગ પરિવર્તિત કરાયા: એક ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાઇ 

આ દુર્ઘટના બાદ રેલવે દ્વારા અમદાવાદ -કોલકતા, સોમનાથ-જબલપુર,તેમજ ગાંધીનગર-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ સહિતની ત્રણ ટ્રેનો વાયા અમદાવાદ, ચિતોડગઢ, થઈ માર્ગ પરિવર્તિત કરવામાં આવ્યા હતા. તેમજ તેમજ ચારથી પાંચ જેટલી ગાડીઓના માર્ગ પરિવર્તિત કરવામાં આવ્યા છે.જયારે વડોદરા કોટા પાર્સલ પેસેન્જર ટ્રેનને વડોદરા-દાહોદ વચ્ચે રદ્દ કરી શોર્ટ ટર્મીનેટ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!