
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકા તલાટી મંત્રીમંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
પડતર પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ નહીં આવતા ચોક્કસ મુદતની હડતાલ પર જવા બાબતે.
ગરબાડા તાલુકા તલાટી મંત્રી મંડળ દ્વારા આજે તાલુકા વિકાસ અધિકારી અને ગરબાડા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં તેમના સંવર્ગના પડતર પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ નહીં આવતા ગુજરાત રાજ્ય તલાટી મહામંડલના આદેશથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાબ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગરબાડા તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ લીધા ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી તથા 13/8/22 થી 15/8/22 સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરી રાષ્ટ્રધ્વજ પૂર્ણ માન સન્માન સાથે ફરકાવવાની કામગીરી સિવાયની તમામ કામગીરી નો બહિષ્કાર કરી તારીખ 2/8/22 ને મંગળવારથી ચોક્કસ મુદતની હડતાલ પર જવાનો ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા આદેશ આપવામાં આવેલ હોય જેના ભાગરૂપે ગરબાડા તાલુકા તલાટી મંડળના પ્રમુખ અજયભાઈ ભુરીયા મહામંત્રી દિલીપભાઈ રાઠોડ ની અધ્યક્ષતામાં તાલુકાના તમામ તલાટી મંત્રીઓ આદેશનું ચુસ્તપણે પાલન કરી હડતાલ પર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો.