
દે.બારીયા તાલુકાના ડભવા ગામેથી પોલીસે મોટરસાયકલ પર લઇ જવાતો 61,920 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો: બુટલેગર પોલીસને ચકમો આપી ફરાર
સાગટાળા પોલીસે ફરાર થયેલા બુટલેગર વિરૂદ્ધ પ્રોહી અંગેનો ગુનો નોંધ્યો.
દાહોદ તા.08
દે.બારીયા તાલુકા પોલીસે મોટરસાઈકલ પર લઇ જવાતો 61,920 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો જપ્ત કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે.જયારે દારૂ લાવનાર બુટલેગર પોલીસને જોઇ નાસી છૂટતા પોલીસે ફરાર થયેલા બુટલેગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ મળતી માહિતી અનુસાર ધાનપુર તાલુકાના નાકટી ડુંગરી ફળિયાના રહેવાસી ભીમસીંગ ભાઈ ગોપાલ ભાઈ બારીયા મોટરકઇકલ પર વિદેશી દારૂનો જથ્થો ભરી ડભવા ગામેથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે સાગટાળા પોલીસની નાકાબંધી જોઈ મોટરસાઈકલ મૂકી અંધારાનો લાભ લઈ જંગલમાં ભાગી ગયા હતા. ત્યારબાદ સાગટાળા પોલીસે મોટરસાઇકલ પરથી રોયલ સિલેક્ટ ડીલક્સ વહીસકી ના 384 નંગ પ્લાસ્ટિકના ક્વોટરીયા જેની કિંમત 49,920 બિયરની 120 નંગ બોટલી જેની કિંમત 12 હજાર રૂપિયા મળી કુલ 61,920 હજાર નો વિદેશી દારૂનો જથ્થો તેમજ 20 હજાર રૂપિયાની કિંમતની મોટરસાઇકલ મળી કુલ રૂપિયા 81,920 નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલા ભીમસીંગ બારીયા વિરુદ્ધ પ્રોહીનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.