Saturday, 12/07/2025
Dark Mode

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત:રાજકીય પક્ષો દ્વારા ખાટલા તેમજ ઓટલા મિટિંગોનો દોર શરૂ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત:રાજકીય પક્ષો દ્વારા ખાટલા તેમજ ઓટલા મિટિંગોનો દોર શરૂ

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત
  • ઉમેદવારો દ્વારા ખાટલા તેમજ ઓટલા મિટિંગોનો દોર શરૂ
  •  ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોએ બાઈક રેલી, જન સંપર્ક કરી મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું 
  • મતદાન પહેલા મતદારોને રિઝવવાના અંતિમ પ્રયાસમાં જોતરાયા
  • આગામી 48 કલાકમાં રાજકીય પક્ષો ચૂંટણી સમીકરણો પોતાના પક્ષમાં કરવા માટે દામ દંડ ભેદની નીતી અપનાવશે 

દાહોદ તા.૨૬

દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓના પ્રચાર – પ્રસારના પડઘમો આજ સાંજથી શાંત થઈ જશે. આટલા દિવસોથી દાહોદ શહેરમાં તમામ પાર્ટીઓ દ્વારા પુરજાેશમાં પ્રચારો કરવામાં આવતાં હતા ત્યારે હવે માત્ર મતદાન માટે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા મતદારોને રીઝવવાના ધમપછાડાઓ આરંભ કરી દેવામાં આવ્યાં છે.

છેલ્લા કેટલાંક દિવસોથી દાહોદ શહેરમાં તમામ પાર્ટીઓ દ્વારા ડિ.જે., ઢોલ નગારાના તાલે ભવ્ય જુલુસ, રસઘસ કાઢી પ્રચાર – પ્રસાર કરવામાં આવતો હતો અને મતદારોને રીઝવવા ઘરે – ઘરે જઈ પોતાની પાર્ટીને અને પોતાના ઉમેદવારોને મત આપવા વિનંતીઓ કરવામાં આવતી હતી ત્યારે આજ સાંજથી પ્રચારના પડઘમો શાંત થતાં હવે દરેક વિસ્તારો સહિત ગ્રામીણ વિસ્તારોમાં ખાટલા મીટીંગો, રાત્રી સભાઓનું આયોજન પુરજાેશમાં ચાલશે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. શનિવારની રાત્રી કતલની રાત્રી સાબીત થનાર છે. કતલની રાત્રીએ તમામ પાર્ટીઓ દ્વારા અડી ચોટીનું જાેર લગાવી મતદારોને રીઝવાવનો પુરજાેશમાં પ્રયાસ કરવામાં આવશે ત્યારે આખરી દિને એટલે કે, રવિવારને ૨૮મી ફેબ્રુઆરીના રોજ ઉમેદવારોનું ભાવિ સીલ થઈ જશે અને ત્યાર બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.

—————————-

error: Content is protected !!