Friday, 22/11/2024
Dark Mode

કોરોના સામે જંગ….દાહોદ જિલ્લામાં 454 આરોગ્ય કર્મીઓને વેક્સીનની રસી મુકાઈ

કોરોના સામે જંગ….દાહોદ જિલ્લામાં 454 આરોગ્ય કર્મીઓને  વેક્સીનની રસી મુકાઈ

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.17

દાહોદ જિલ્લામાં આવેલ ઝાયડસ હોસ્પિટ, દેવગઢ બારીઆમાં, સી.એચ.સી.ઝાલોદમાં, સી.એચ.સી. ફતેપુરામાં આજે કોરોના વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં સવારથી લઈ સાંજે ૬.૩૦ વાગ્યા સુધી કુલ ૪૫૪ આરોગ્ય કર્મચારીઓને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.

કેન્દ્ર ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એટલે આરોગ્ય કર્મચારીઓને આજે દેશમાં કોરોના વેક્સિનેશન આપવામાં આવી રહી છે. આજથી પ્રારંભ થયેલ આ વેક્સિનેશનમાં દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે આવેલ દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં આજે સવારથી લઈ સાંજના ૬.૩૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન કુલ ૧૧૮ આરોગ્ય કર્મચારીઓને વેક્સિનેશન કામગીરી પુર્ણ કરાઈ હતી ત્યારે દેવગઢ બારીઆ ખાતે ૧૦૦ આરોગ્ય કર્મચારીઓ, સીએચસી ઝાલોદમાં ૧૩૬, સીએચસી ફતેપુરામાં ૧૦૦ એમ આજના પ્રથમ દિવસે કુલ આ ચાર સ્થળોએ ૪૫૪ આરોગ્ય કર્મચારીઓને વેક્સિનેશન આપવાની કામગીરી પુર્ણ કરવામાં આવી હતી. આ તમામ ૪૫૪ આરોગ્ય કર્મચારીઓ હાલ આરોગ્ય કેન્દ્રની સતત નીગરાની હેઠળ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને આ તમામ આરોગ્ય કર્મચારીઓએ ઉત્સાહભેર વેક્સિનેશન કાર્યક્રમમાં જાેડાયાં પણ હતાં.

————————

error: Content is protected !!