Wednesday, 30/10/2024
Dark Mode

ઝાલોદ પાલિકાતંત્રનો સપાટો…મિલકત વેરા વસૂલાત માટે ૧૪ દુકાનો સીલ કરી 4 લાખ રૂપિયાની સ્થળ ઉપર જ વસૂલાત કરી,એક જ સપ્તાહમાં ૨૦ લાખ જેટલો મિલકત વેરો ઉઘરાવ્યો.

ઝાલોદ પાલિકાતંત્રનો સપાટો…મિલકત વેરા વસૂલાત માટે ૧૪ દુકાનો સીલ કરી 4 લાખ રૂપિયાની સ્થળ ઉપર જ વસૂલાત કરી,એક જ સપ્તાહમાં ૨૦ લાખ જેટલો મિલકત વેરો ઉઘરાવ્યો.

 બાબુ સોલંકી :- સુખસર,ઝાલોદ ડેસ્ક.. 

ઝાલોદ નગરપાલિકા દ્વારા મિલકત વેરા વસૂલાત માટે ૧૪ દુકાનો સીલ કરાઈ.  ઝાલોદ નગરપાલિકા દ્વારા મિલકત વેરા બાકીદારો પાસે થી 4 લાખ સ્થળ ઉપરજ વસૂલાત કરાઈ,ઝાલોદ પાલિકા એ માત્ર એક જ સપ્તાહમાં ૨૦ લાખ જેટલો મિલકત વેરો ઉઘરાવ્યો.

ઝાલોદ/સુખસર,તા.૨

ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે આજરોજ નગરપાલિકા દ્વારા મિલકત વેરાની વસૂલાત માટે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને નગરપાલિકા સ્ટાફની ટીમ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બાકીદારો મિલકત વેરો નહીં ભરી શકતા ૧૪જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. સીલ કરવામાં આવેલ દુકાનદારો દ્વારા જ્યાં સુધી મિલકતવેરો ભરપાઇ નહીં કરવામાં આવે ત્યાં સુધી સીલ નહીં ખોલવા જણાવ્યું છે.અને આદેશનો ભંગ કરનાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ઝાલોદ પાલિકાતંત્રનો સપાટો...મિલકત વેરા વસૂલાત માટે ૧૪ દુકાનો સીલ કરી 4 લાખ રૂપિયાની સ્થળ ઉપર જ વસૂલાત કરી,એક જ સપ્તાહમાં ૨૦ લાખ જેટલો મિલકત વેરો ઉઘરાવ્યો.ઝાલોદ નગર પાલિકા એ મિલકત વેરો બાકી હોવા અંગે પંદર દિવસ પૂર્વે જ નોટિસ આપી હતી, અને આ વેરો પંદર દિવસ માં ભરવામાં નહિ આવે તો મિલકત સિલ કરવામાં આવશે તેવી કુલ ૪૨ જેટલી નોટિસો ૫૦ હજાર થી ઉપર ની રકમ ના બાકી મિલકતદારો ને પાઠવવામાં આવી હતી.

જે બાદ નગર મા આ બાકીદારો માં રીતસર નો ફફડાટ વ્યાપ્યો હતો અને પોતાના ભરવા પેટે ના નાણાં રજા દરમ્યાન પણ ભર્યા હતા. જેને કારણે પાલિકા માં એક જ સપ્તાહ માં કુલ ૨૦ લાખ જેટલો મિલકત વેરો જમાં કરવામાં આવ્યો હતો.
તો બાકી રહેલા લોકો એ નોટિસના સમય દરમ્યાન વેરો જમાં ન કરાવ્યો હોઈ પાલિકાની ટીમ દ્વારા આજ સોમવાર ના રોજ સ્થળ પર જઈ અને સિલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા. સ્થળ પર જ કુલ ૪ લાખ જેટલી રકમ જમા થઈ હતી તો જેઓએ વેરો ભરવામાં નનૈયો ભણ્યો હતો તેઓની દુકાન તથા મિલકત પાલિકા દ્વારા સિલ કરવામાં આવી હતી.

error: Content is protected !!