Tuesday, 03/12/2024
Dark Mode

સીંગવડ તેમજ સંજેલી તાલુકામાં બિરસા મુંડા રથનું સ્વાગત કરાયું

સીંગવડ તેમજ સંજેલી તાલુકામાં બિરસા મુંડા રથનું સ્વાગત કરાયું
 કલ્પેશ શાહ :- સીંગવડ/કપિલ સાધુ :- સંજેલી

સીંગવડ તેમજ સંજેલી તાલુકામાં બિરસા મુંડા રથનું સ્વાગત કરવામાં આવ્યું.

તા.01

સીંગવડ તેમજ સંજેલી તાલુકામાં રવિવારના રોજ બપોરના સમયે બિરસા ભવન નિર્માણ કાર્ય રથ નું સિંગવડ ગામના સરપંચ જીવનભાઈ વહુનીયા દ્વારા ગુરુ ગોવિંદ ચોકમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.તથા સીંગવડ તેમજ સંજેલી તાલુકાના આદિવાસી પરિવારના લોકો દ્વારા અનોખી નોતરા પ્રથા સાથે બિરસા મુંડા ભવન માટે તથા યોગદાન

સીંગવડ તેમજ સંજેલી તાલુકામાં બિરસા મુંડા રથનું સ્વાગત કરાયુંઅને સમર્પણ લખવામાં આવ્યું હતું.દાહોદ ખાતે બની રહેલા બિરસા મુંડા ભવનના ઉપયોગ આદિવાસી સમાજ ગરીબ વર્ગ માટે કરવામાં આવશે.તથા લાઇબ્રેરી જેવી શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે.તેમજ વિવિધ સમાજ ઉપયોગી કાર્યો થશે.આ રથ વિવિધ ગામોમાં ફરશે અને દરેક વિસ્તારના આદિવાસી પરિવાર દ્વારા નોતરા રૂપે યથાયોગ્ય સમર્પણ કરવામાં આવશે આ રીતે દાહોદમાં નોતરા પ્રથાથી બિરસા મુંડા ભવન બનાવવામાં આવશે.

error: Content is protected !!