Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળાના બાળકોના શિક્ષણ માટે નવતર પ્રયોગ:શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ આપવા ભીતોડી પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા દરેક ફળિયામાં શાળા શરૂ કરી શિક્ષણ આપવામાં આવશે

ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળાના બાળકોના શિક્ષણ માટે નવતર પ્રયોગ:શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ આપવા ભીતોડી પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા દરેક ફળિયામાં શાળા શરૂ કરી શિક્ષણ આપવામાં આવશે

 બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા બાળકોના શિક્ષણ માટે નવતર પ્રયોગ હાથ ધરાયો,ભીતોડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ આપવા ભીતોડી પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા દરેક ફળિયામાં શાળા શરૂ કરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

 સુખસર,તા.૨૮

રાજ્ય સહિત દેશમાં કોરોના મહામારીનો કપરો સમય ચાલી રહ્યો છે.તેવા સમયે સરકાર દ્વારા હોમ લર્નિંગ જેવા કાર્યક્રમોથી શૈક્ષણિક કામગીરી ચલાવાઈ રહી છે.ત્યારે ઉંડાણના ગામડાઓમાં ગરીબ પરિવારના બાળકો પાસે એન્ડ્રોઇડ ફોન તથા ટી.વી જેવા સાધનોનો અભાવ હોવાથી હોમલર્નિંગ કાર્યક્રમ પહોંચી શકતો નથી.જેથી મોટાભાગના બાળકો શિક્ષણથી વંચિત રહેતા

ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળાના બાળકોના શિક્ષણ માટે નવતર પ્રયોગ:શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ આપવા ભીતોડી પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા દરેક ફળિયામાં શાળા શરૂ કરી શિક્ષણ આપવામાં આવશેહોય છે.જેના લીધે બાળકનું શિક્ષણ બગડતું હોય છે.છતાં આવા કોરોના મહામારીના સમયે બાળકોને શાળાએ મોકલવા પણ ઉચિત નથી.તેવા સમયે ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા શાળામાં ભણતા બાળકોના અભ્યાસ માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.જે ઉંડાણના ગામડાઓ માટે પ્રેરણાદાયી તથા પ્રશંસનીય બાબત છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ડુંગરાળ અને ઉંડાણના વિસ્તારમાં આવેલ ભિતોડી ગામમાં સાત જેટલા ફળિયા આવેલ છે.આ ગામમાં ધોરણ ૧ થી ૭ સુધીનો અભ્યાસક્રમ ચાલે છે.પરંતુ હાલ કોરોના મહામારીના કારણે શાળામાં શૈક્ષણિક કાર્ય સ્થગિત કરવામાં આવેલ છે.ત્યારે પ્રાથમિક શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ શિક્ષકો અને ગ્રામજનો દ્વારા ગત જુલાઈ માસથી દરેક ફળિયા દિઠ ફળિયા શાળા શરૂ કરવામાં આવેલ છે.આ શાળામા ૨૨૯ બાળકોની રજીસ્ટર સંખ્યા છે.પરંતુ હાલ શાળાઓ બંધ હોવાના કારણે બાળકોનો અભ્યાસક્રમ બગાડતો હોય શાળાના આચાર્ય સહીત સ્ટાફ દ્વારા બાળકોને શિક્ષણ મેળવવા કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના શિક્ષણ મળી રહે તે હેતુથી એક ફળિયામાં ૨૫થી ૩૦ બાળકો પ્રમાણે સાત ફળિયા વિભાજિત કરવામાં આવ્યા છે.અને બાળકોને તથા વાલીઓને અનુકૂળ જગ્યાએ શિક્ષણ આપવા આયોજન કરવામાં આવ્યું છે.જેમાં શિક્ષકોને એક દિવસમાં બે ફળિયામાં જઈ તમામ ધોરણના બાળકોને હોમ લર્નિંગ કાર્યક્રમમાં પડતી મુશ્કેલીઓ તથા નબળા બાળકોને ગ્રુપમાં વિભાજિત કરી તેમને તેમની કક્ષા મુજબનું શિક્ષણકાર્ય વાંચન,લેખન તથા ગણન કાર્ય કરાવવામાં આવી રહ્યું છે.તથા ગણનમાં પાયાની ૩૫ બાબતો, વાંચનમાં ૩૦ બાબતો,અંગ્રેજીમાં ૩૫ બાબતો સહીત ૩૦ સુધીના ઘડિયા જેવી બાબતો તૈયાર કરવાની સ્પર્ધા યોજવામાં આવે છે.જેમાં બાળકોને શૈક્ષણિક કાર્યમાં સંપૂર્ણ રીતે તૈયાર કરી તમામ બાળકોને બોલપેન,કંપાસ, નોટબુક,પેન્સિલ,રબર જેવા શિક્ષણ માટે વપરાતા સાધનો બાળકોને શાળાના સ્ટાફ દ્વારા ઈનામ સ્વરૂપે આપી બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. અને બાળકો હોંશથી શિક્ષણ મેળવતા હોવાનું જાણવા મળે છે.
અહીંના જણાવવું જરૂરી છે કે,ભીતોડી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા દરેક ફળિયામાં જઈ મિટિંગનું આયોજન કરવામાં આવે છે.અને બાળકોના શિક્ષણનું મહત્વ, કોવિડ-૧૯ના સમયે લેવાની કાળજી, વાલીની ફરજો,જેવી બાબતોથી વાલીઓને જાણકારી આપી વાકેફ કરવામાં આવી રહ્યા છે.તેમજ ભીતોડી ગામના બે ફળિયામાં વાલીઓ દ્વારા ફાળો કરીને ટી.વી તથા નવું ડીસ કનેક્શન લઈ હોમલર્નિંગ દ્વારા બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.તેમજ ફળિયામાં ટી.વીને વ્યવસ્થા હતી ત્યાં બાળક દિઠ માસિક રૂપિયા ૩૦ ફાળો કરીને ટી.વી માલિકને આપવાનું આયોજન પણ કરવામાં આવેલ છે.તદુપરાંત દરેક શિક્ષકને એક ફળિયાની વિશેષ જવાબદારી સોપવામાં આવેલ છે. સાથે સ્થાનિક દરેક ફળિયામાં ફળિયા સમિતિ બનાવવામાં આવેલ છે.તેમજ દિવાળી વેકેશન સુધીમાં એક પણ બાળકવાંચન,લેખન અને ગણનમાં નબળું ન રહે તેની કાળજી રાખવા સમિતિ પણ બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત પ્રથમ સત્રનો અભ્યાસક્રમ પણ વિષય મુજબ ચલાવવામાં આવ્યો.અને તેનું એકમ પ્રમાણે દરેક વિષયની નોટબુકો લખાવીને પોતાના વિશેષ શિક્ષકને બતાવવાનું નક્કી કરવામાં આવેલ છે.તથા દર અઠવાડિયે ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવેલ છે.
હાલમાં ભીતોડી ગામમાં ધોરણ ૧ થી ૧૨ના તમામ બાળકો-વિદ્યાર્થીઓ હોમલર્નિંગ કાર્યક્રમનો સો ટકા લાભ લઇ રહ્યા છે.જેમાં શિક્ષકોનો અને ગ્રામજનોનો પૂરતો સહયોગ મળી રહ્યો હોવાનું જાણવા મળે છે.તેમજ દરરોજ તમામ બાળકો સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરે અને ફરજિયાત માસ્કનો ઉપયોગ કરે તેવું પણ આયોજન કરવામાં આવેલ છે. આમ ફતેપુરા તાલુકા ના ભીતોડી પ્રાથમિક શાળાના આચાર્ય સહિત શિક્ષકોના આયોજન દ્વારા અને ગ્રામજનોના સહયોગથી ગામના બાળકોને શિક્ષણ મળી રહ્યું છે.ત્યારે અન્ય શાળાના શિક્ષકો અને વાલીઓ માટે એક પ્રેરણાદાયી કામગીરીની તાલુકામાં પ્રશંસા થઈ રહી હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!