ફતેપુરા તાલુકાના મોટીબારાથી વર્ના ગાડીમાં ઇંગ્લિશ દારૂ સાથે પસાર થતાં બુટલેગરની ફતેપુરા પોલીસે ઘરપકડ કરી,પોલીસે વર્ના ગાડીની કિંમત ૨૦૦,૦૦૦/- તથા ઇંગ્લિશ દારૂ રૂપિયા ૨૬,૮૬૮/- નો ઝડપી બુટલેગર વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો.
દાહોદ.તા.૨૮
આગામી સમયમાં તહેવારોને ધ્યાને લઈ બુટલેગરો સક્રિય થઇ રહ્યા છે. અને રાજસ્થાન,મધ્યપ્રદેશ
તરફથી ઇંગ્લીશ દારૂનું વહન કરી રહ્યા છે.તેમાં કેટલાક બુટલેગરો સહી સલામત જે જગ્યા ઉપર પહોંચી જાય છે.પરંતુ દારૂનું વહન કરવામાં આવતા વાહનની સચોટ બાતમી આપવામાં આવેલ હોય તેવા દારૂનું વહન કરતા વાહનો પોલીસના હાથે ઝડપાઇ છે.તેવી જ રીતે ગતરોજ ફતેપુરા તાલુકાના મોટી બારા ગામેથી ઇંગ્લિશ દારૂ સાથે પસાર થઈ રહેલા બુટલેગરને ફતેપુરા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ મંગળવારના રોજ ફતેપુરા પોલીસ ખાનગી ગાડીમાં ઘુઘસ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલા હતી.તેવા સમયે મોટીબારા ગામે આવતા ખાસ બાતમીદાર દ્વારા બાતમી આપવામાં આવેલ કે,હોન્ડા કંપનીની વરના ગાડી નંબર.જીજે-૦૫.સી.એચ-૩૨૧૪ રાજસ્થાન તરફથી મોટીબારા ગામે રસ્તા ઉપરથી પસાર થનાર હોવાની બાતમી મળતા ફતેપુરા પોલીસ મોટી બારા ગામે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. અને વર્ણન વાળી ગાડી આવતા આ ગાડીને પોલીસે ઉભી રાખવાની કોશિશ કરતા તેનો ચાલક ગાડીને હંકારી ગયો હતો.ત્યારબાદ આ બાતમી વાળી ગાડીનો પીછો કરી ફતેપુરા પોલીસે તેની ગાડીની ઓવરટેક કરી ગાડી ઉભી રખાવતા અને આ ગાડીમાં તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો અનઅધિકૃત ઈંગ્લીશ દારૂની નાની બોટલો નંગ-૧૫૬ જેની કિંમત રૂપિયા ૨૬,૮૬૮/- મળી આવ્યો હતો.જ્યારે આ ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલ વર્ના ગાડીની કિંમત રૂપિયા ૨૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા-૨,૨૬૮૬૮/- નો મુદ્દામાલ ફતેપુરા પોલીસે જપ્ત કર્યો છે.તેમજ દારૂની હેરાફેરી કરનાર વરના ગાડીના ચાલકનું નામ પુછતાં તેણે મુનિષ જવરસિંગ જાતે બગેલ,રહે.લેકાવાડા પદરાવાસ,સીઆરપીએફ કેમ્પ નજીક, તાલુકો.ચિલોડા,જીલ્લો ગાંધીનગરનો અને તેનું મૂળ વતન મચકછા,તા. માધવગઢ,જી.જલુન.(ઉત્તર પ્રદેશ)નો હોવાનું જણાવેલ.
ઉપરોક્ત બાબતે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અ.હે.કો વિનુજી મેરુજીએ ફરિયાદ આપતા આરોપી મનીષ બગેલની વિરુદ્ધમાં પ્રોહીબીશન પ્રતિબંધક એરિયામાં વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટાની ગાડીમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવા બાબતે કાયદેસરનો ગુનો દાખલ કરી ગાડી સહિત ઇંગ્લિશ દારૂ કબજે લઇ પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.