Friday, 22/11/2024
Dark Mode

બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કરતું દાહોદ જિલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર

બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કરતું દાહોદ જિલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર

 દીપેશ દોશી :- દાહોદ 

બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કરતું દાહોદ જિલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર

દાહોદ તા.012

મહીલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર તેમજ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ઓગસ્ટ -૨૦૧૯ માં શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં મહિલાઓને ઘરમાં, સમાજમાં, અથવા ખાનગી તેમજ જાહેરક્ષેત્રના સ્થળે હિંસાનો ભોગ બનતી મહિલાઓને તાત્કાલિક ધોરણે તબીબી સહાય, કાનૂની સહાય, પોલીસ સહાય, પરામર્શ, હંગામી ધોરણે આશ્રય જેવી સહાય એક જ સ્થળ પર ઉપલબ્ધ કરવામાં આવે છે.
*સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ દ્વારા છેલ્લા એક વર્ષમાં ૧૨૭ મહિલાઓને પરામર્શ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં ૪૪-કેસો માં સરાહનીય કામગીરી કારવામાં આવેલ છે. અને આ સાથે ૧૫ જેટલા કેસો નારીગૃહ, વૃદ્ધાશ્રમ, બાળ સુધાર ગૃહ અને કોર્ટ માં રીફર કરેલ છે. જેમાં જરૂરિયાતમંદ મહિલાઓ તેમજ કિશોરીઓ ને ટૂંકા ગાળાનું આશ્રય આપવામાં આવ્યો હતો. તેમજ સરકારની તમામ મહિલા કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન આપી તેમના લાભો પહોંચાડવામાં સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહેલ છે. સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી ની સાથે આંતરરાષ્ટ્રિય બાળ કન્યાદિન ની ઉજવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!