Thursday, 16/10/2025
Dark Mode

દાહોદ:ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પુંસરી ગામે પૂરપાટ આવતી ફોરવહીલ ગાડીએ કાબૂ ગુમાવી માઈલ સ્ટોન સાથે ટકરાઈ ડિવાઈડર પર પલ્ટી મારતા એક યુવક મોતને ભેટ્યો:અન્ય ચાર યુવકો ઘાયલ

દાહોદ:ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પુંસરી ગામે પૂરપાટ આવતી ફોરવહીલ ગાડીએ કાબૂ ગુમાવી માઈલ સ્ટોન સાથે ટકરાઈ ડિવાઈડર પર પલ્ટી મારતા એક યુવક મોતને ભેટ્યો:અન્ય ચાર યુવકો ઘાયલ

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૦

ગતરોજ મોડી રાત્રીના ત્રણેક વાગ્યાના આસપાસ દાહોદ તાલુકાના ઈન્દૌર હાઈવે રોડ ખાતે આવેલ પુસરી ગામ નજીક દાહોદના પાંચ યુવકોની એક સ્વીફ્ટ ફોર વ્હીલર ગાડીને ગમખ્વાર અકસ્માત નડતાં પાંચ પૈકી એક ૨૦ વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી જ્યારે બીજા ચાર જેટલા યુવકોને ગંભીર ઈજાઓ થતાં તેઓને ૧૦૮ મારફતે દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

દાહોદ:ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પુંસરી ગામે પૂરપાટ આવતી ફોરવહીલ ગાડીએ કાબૂ ગુમાવી માઈલ સ્ટોન સાથે ટકરાઈ ડિવાઈડર પર પલ્ટી મારતા એક યુવક મોતને ભેટ્યો:અન્ય ચાર યુવકો ઘાયલમૃતક નીરવ અગ્રવાલનો ફાઈલ ફોટો 

મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, દાહોદ શહેરના પુરબીયાવાડ તથા હનુમાન બજારમાં રહેતા પાંચ યુવકો જેમાં નિરવ ઉર્ફે લખન ઓમપ્રકાશ અગ્રવાલ (ઉ.વ.૨૭, રહે.હનુમાન બજાર), હેમરાજસિંહ નરેન્દ્રસિંહ રાઉલજી (ઉ.વ.૨૦, પુરબીયાવાડ), અવધ ભગત (ઉ.વ.૩૦,રહે.પુરબીયાવાડ), ઘનશ્યામ પટેલ (ઉ.વ.૩૦, રહે પુરબીયાવાડ) અને અન્ય એક યુવક મળી કુલ પાંચ યુવકો મધ્યપ્રદેશથી રવાના થઈ દાહોદ આવવા સ્વીફ્ટ ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ નીકળ્યા હતા ત્યારે મોડી રાત્રીના ત્રણ વાગ્યાના સમયગાળાની આસપાસ તેઓ દાહોદ આવી પહોંચ્યા હતા અને દાહોદ તાલુકાના ઈન્દૌર હાઈવે રોડ ખાતે પુસરી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક પાંચ પૈકી એક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા સ્વીફ્ટ ગાડી જાેતજાેતામાં પલ્ટી ખાઈ ગઈ હતી અને દુર સુધી ગાડી ફંગોળાઈ હતી. આ દરમ્યાન અંદર સવાર નિરવ ઉર્ફે લખન ઓમપ્રકાશ અગ્રવાલને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ જ્યારે અન્ય ઉપરોક્ત ચાર યુવકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને ૧૦૮ મારફતે દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર ભારે ભીડ થઈ ગઈ હતી અને મૃતક યુવકના પરિવારજનોમાં આક્રંદનો માહોલ પણ જાેવા મળ્યો હતો.

આ સમગ્ર મામલે દાહોદ તાલુકા પોલીસે માર્ગ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!