રાજેશ વસાવે :- દાહોદ
દિલ્હી-મુંબઈ કોરીડોરમાં એસડીએમ ઝાલોદના અધ્યક્ષતામાં ૧૬ સભ્યોની કમીટી રચાઈ :
આગામી પાંચ દિવસ ૧૪ ગામોમાં કમિટી ગ્રામસભા યોજશે.
દાહોદ તા.૨૦
દિલ્હી-મુંબઈ કોરીડોરમાં છેલ્લા ઘણા સમયથી ખેડુતો પોતાની મુળભુત માંગોને લઈ વિવિધ કક્ષાએ રજુઆતો તેમજ વિરોધ પ્રદર્શીત કરી રહ્યાં છે. ખાસ કરીને કોરીડોરના નિર્માણ બાદ ચોમાસા દરમ્યાન ખેતરો તેમજ ઘરોમાં પાણી ભરાઈ જવાના પ્રશ્ને ખેડુતોનો જીવન નિર્વાણ મુશ્કેલ બન્યો છે. જેના પગલે ૧૪ ગામના અસગ્રસ્ત ખેડુતો વારંવાર રજુઆતો કરી રહ્યાં હતાં. જેને લઈને હવે વહીવટી તંત્ર દ્વારા પણ ઉપરોક્ત ગામોના અસરગ્રસ્ત લોકોની મુશ્કેલીનો અંત આવે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ઝાલોદ પ્રાંત અધિકારી દ્વારા તાલુકા કક્ષાની સમિતિની ૧૬ લોકોની નિયુક્તિ કરવામાં આવી છે. આ સમિતિમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાશે જેમાં ડીવાયએસપી ઝાલોદ, મામલતદાર જમીન સંપાદન, એન.એચ.આઈ.એ. ૧૪૮ એન, સભ્ય સચીવ, મામલતદાર લીમડી, ટીડીઓ લીમડી, પ્રોજેક્ટ ડાયરેક્ટર એનએચએઆઈ, જમીન દફતર નિરીક્ષક લીમડી, નાયબ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન પંચાયત વિભાગ ઝાલોદ, નાયબ કાર્યપાલક ઈજનેર લીમડી, નાયબ કાર્યપાલક ઈજનેર જીડબલ્યુએસએસબી ઝાલોદ, ટીપીઓ દાહોદ, સંકલિત બાળ વિકાસ અધિકારી લીમડી, જનરલ મેનેજર એટલાસ કંપની, પરીક્ષેત્ર વન અધિકારી ઝાલોદ તેમજ લીમડી તેમજ ચાકલીયાના પોલીસ ઈન્સ્પેક્ટરની સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. ઉપરોક્ત કમિટી આગામી પાંચ દિવસ ૧૪ ગામોમાં ગ્રામસભા યોજી ખેડુતોના પ્રશ્નોના નિકાલ માટે અહેવાલ તૈયાર કરશે અને જિલ્લા કક્ષાએ મોકલી આપશે અને ત્યાર બાદ જિલ્લા કક્ષાએથી સમગ્ર પરિસ્થિતિ, સ્થળ સ્થિતિ, ખેડુતોની રજુઆતો તમામ બાબતોનો અવલોકન કરી ૧૪ ગામોના ખેડુતોના પ્રશ્નોના કાયમી નિકાલ માટે કામગીરી હાથ ધરશે.
