ગરબાડામાં “વિશ્વ મચ્છર દિવસ”ની ઉજવણી: આઝાદચોકથી બસ સ્ટેશન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ કરાયો

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડામાં “વિશ્વ મચ્છર દિવસ”ની ઉજવણી: આઝાદચોકથી બસ સ્ટેશન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ કરાયો

ગરબાડાતા. 20

માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. અવિનાશ ડામોરના માર્ગદર્શન હેઠળ ગરબાડા તાલુકામાં રોગચાળા નિયંત્રણ અને જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ગરબાડાના આઝાદચોકથી લઈને બસ સ્ટેશન વિસ્તાર સુધી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રોગચાળો ન ફેલાય તે માટે સઘન દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ ઉપરાંત, આઈ.ટી.આઈ. (ITI) ગરબાડા ખાતે “વિશ્વ મચ્છર દિવસ”ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા મલેરિયા સુપરવાઈઝર ગોવિંદ સોની અને MPHW તેજસ ધરમાણી દ્વારા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો તેમજ પાણીજન્ય રોગોના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી.

Share This Article