દાહોદ જિલ્લામાં ફાંગીયા-સેવનિયા-કંજેટા રસ્તા પર બ્રિજ મરામત કામગીરીને કારણે ભારે વાહનો માટે પ્રવેશબંધી: ડાયવર્ઝન જાહેર*

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લામાં ફાંગીયા-સેવનિયા-કંજેટા રસ્તા પર બ્રિજ મરામત કામગીરીને કારણે ભારે વાહનો માટે પ્રવેશબંધી: ડાયવર્ઝન જાહેર*

દાહોદ, તા. 28

માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), દાહોદ દ્વારા ફાંગીયા-સેવનિયા-ટોકરવા રસ્તા પર આવેલા બ્રિજની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. ચેઈનિજ ૧૯/૮૦૦ થી ૧૯/૯૦૦ અને ૨૦/૩૦૦ થી ૨૦/૪૦૦ પર આવેલા બ્રિજના જૂના સ્લેબ તોડીને નવો સ્લેબ બનાવવાની કામગીરી ચાલુ હોવાથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે. એમ. રાવલ દ્વારા ટ્રાફિક નિયમન માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) હેઠળ મળેલ સત્તાની રૂએ, આ માર્ગ પર *તા. ૨૭/૦૭/૨૦૨૬ થી તા. ૩૧/૧૨/૨૦૨૬ સુધી* ભારે વાહનોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

વાહનો માટે વૈકલ્પિક રસ્તા તરીકે

ટોકરવા-ડુંગરપર-તરમકાય થી પીપેરો-ધાનપુર-કંજેટા રસ્તાનો ઉપયોગ કરી શકાશે. નાના વાહનો માટે સિંગલ લેન રસ્તો કુદાવાડા-ડુમકા-કંજેટા નો ઉપયોગ કરી શકાશે.

તથા ફાંગીયા-સેવનિયા-કંજેટા રસ્તા ઉપર આવેલ લખનાગોજીયા, ચંદરપુરા, ગુમલી, પીપરીયા ગામોની અવર-જવર માટે ફાંગીયા-સેવનિયા-કંજેટા રોડનો ઉપયોગ ચાલુ રહેશે.

આ હુકમમાંથી પોલીસ અને સુરક્ષા દળોના વાહનો, ઈમરજન્સી સેવાઓ, એમ્બ્યુલન્સ, સગર્ભા મહિલાઓ કે ગંભીર દર્દીઓને લઈ જતા વાહનો તેમજ સરકારી સેવાના અધિકારીઓ/કર્મચારીઓના વાહનોને મુક્તિ આપવામાં આવી છે.

આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ કોન્સ્ટેબલ કે તેથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

૦૦૦

Share This Article