રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા ICDS વિભાગ દ્વારા તાલુકા પ્રમુખ શ્રીમતિ દેહધા નીલાબેન ના અધ્યક્ષ સ્થાને “પોષણ ઉત્સવ”ની ઉત્સાહભેર ઉજવણી*
ગરબાડા તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬:
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ICDS ગરબાડા ઘટક- ૧ તથા ૨ દ્વારા તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ **“પોષણ ઉત્સવ”**ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ વાલીઓને સંતુલિત આહાર, પોષણ, સ્વચ્છતા અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે જાગૃત કરવાનો હતો.
કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ શ્રી દેહધા નીલાબેન શૈલેષભાઈ, માન જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી સુધીર જોશી , તાલુકા આરોગ્ય અધિકારી શ્રી અવિનાશ ડામોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોષણનું મહત્વ સમજાવી “સુપોષિત પરિવાર – સ્વસ્થ સમાજ” નો સંદેશ આપવામાં આવ્યો હતો. બાળકો અને માતાઓના યોગ્ય પોષણ માટે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ અનાજ, કઠોળ, લીલા શાકભાજી, ફળો તેમજ મિલેટ્સ જેવા પૌષ્ટિક ખાદ્યપદાર્થોના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોષણ ઉત્સવ અંતર્ગત આંગણવાડી કેન્દ્રો ખાતે વિવિધ પોષણલક્ષી પ્રવૃત્તિઓ, પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન તથા પોષણ જાગૃતિ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન THR તથા મિલેટ્સના ઉપયોગના ફાયદાઓ અંગે પણ સમજ આપવામાં આવી હતી. પોષણયુક્ત વાનગીઓ દ્વારા રોજિંદા આહારમાં પૌષ્ટિક તત્વોનો સમાવેશ કેવી રીતે કરી શકાય તે અંગે ઉપસ્થિત બહેનો ને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ આંગણવાડી કાર્યકર બહેનોને આ સંદેશ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ઝુંબેશ ના ભાગરૂપે કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
“સારો પોષણ – સારા સ્વાસ્થ્યની પહેલી સીડી” તથા “સુપોષિત પરિવાર – સ્વસ્થ સમાજ”ના સંદેશ સાથે ગરબાડા ખાતે પોષણ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી..
