વરસાદથી ધોવાઈ ગયેલા દૂધામલી પ્રાથમિક શાળા રોડ પર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

વરસાદથી ધોવાઈ ગયેલા દૂધામલી પ્રાથમિક શાળા રોડ પર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ

દાહોદ, તા. ૨૮ જુલાઈ, ૨૦૨૬

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા હેઠળના લીમખેડા પેટા વિભાગમાં આવેલ દૂધામલી પ્રાથમિક શાળા રોડ (કિ.મી. ૦/૦ થી ૦/૫૦૦) પર ભારે વરસાદના કારણે રસ્તાનો એક ભાગ ધોવાઈ જતાં વાહન વ્યવહારને અસર પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં જ પંચાયત (મા.મ.) વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરી સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. રસ્તાનું નુકસાન થયેલા સ્થળે નવા બોક્સ કલ્વર્ટ/ક્રોસ ડ્રેનેજ માળખાનું નિર્માણ, માટી ભરત, સુરક્ષા વ્યવસ્થા તથા માર્ગને ફરીથી વાહન વ્યવહાર માટે સલામત બનાવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

કામગીરી દરમિયાન જરૂરી સુરક્ષા બેરિકેડ્સ મૂકીને વાહન ચાલકોને સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. પંચાયત (મા.મ.) વિભાગના અધિકારીઓ દ્વારા કામગીરીની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી શક્ય તેટલી વહેલી તકે માર્ગનું સમારકામ પૂર્ણ કરી સ્થાનિક નાગરિકો અને વિદ્યાર્થીઓને સરળ તથા સુરક્ષિત અવરજવર ઉપલબ્ધ કરાવી શકાય.

પંચાયત (મા.મ.) વિભાગ દ્વારા નાગરિકોને કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તેમજ સ્થળ પર મૂકવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

00

Share This Article