પાંચવાડા ગામે ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ* 

Editor Dahod Live
1 Min Read

*પાંચવાડા ગામે ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ* 

દાહોદ તા. 11

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંચવાડા ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર ઉપલબ્ધ કરાવી તેમની સારવાર દરમિયાન પોષણ સહાય પૂરી પાડવાના હેતુસર નિક્ષય પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ક્ષય અધિકારીશ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં IMPACT INDIAની PSMRI ટીમ તથા KHPTના સહયોગથી પાંચવાડા ગામના સરપંચશ્રી ડામોર દીતુબેન રામસિંગભાઈ દ્વારા ગામના કુલ ૬ ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડાના આયુષ મેડિકલ ઓફિસર ડૉ. રાગિની ઢિંગા, પી.એચ.સી. સુપરવાઇઝર મહેશ નીનામા, પીએમ મનોજીત બિસવાસ, ડીએલ પરેશભાઈ તથા સીસી જ્યોત્સનાબેન નળવાયા સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટીબીની સારવાર દરમિયાન દર્દીઓને પૌષ્ટિક આહાર મળી રહે તે સારવારની સફળતા માટે મહત્વપૂર્ણ છે. નિશ્ચય પોષણ કીટના વિતરણથી દર્દીઓને પોષણ સહાય પૂરી પાડવાની સાથે તેમની સારવાર પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસે અને તેઓ નિયમિત સારવાર પૂર્ણ કરે તે માટે પ્રોત્સાહન મળે છે.

ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આરોગ્ય વિભાગ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા વિવિધ સહયોગી સંસ્થાઓના સંકલિત પ્રયાસો દ્વારા ટીબી દર્દીઓને જરૂરી આરોગ્ય અને પોષણ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

Share This Article