સિંગવડ તાલુકામાં વડાપ્રધાન મોદીના 70 માં જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સિંગવડ તાલુકામાં અખંડ ભારત યુવા સંગઠન તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મદિવસ નિમિત્તે સિંગવડ ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રવિવારના 10:00 કલાકે બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દાહોદ રેડ ક્રોસના સહયોગથી તથા તાલુકા આરોગ્યની ટીમ દ્વારા તથા ભારતીય જનતા પાર્ટી યુવા પ્રમુખ મહેન્દ્ર પટેલ થતા સિંગવડ તાલુકા પ્રમુખ સી.કે કિશોરી તથા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી મછારસાહેબ ની ઉપસ્થિતિ મા ભારતીય જનતા પાર્ટીના 37 કાર્યકરો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. તથા સરકારના માર્ગદર્શન હેઠળ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા આવ્યો તથા માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.તથા બ્લડ ડોનેટ કરનારને આરોગ્ય તાલુકા અધિકારી મછાર દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા.