ભારતીય સ્ટેટ બેન્ક પાસબુક પ્રિન્ટ માટેનો મશીન બંધ હાલતમાં,છેલ્લા એક માસથી પ્રિન્ટ મશીન બંધ હોવાથી ખાતાધારકો પાસબુક પ્રિન્ટ માટે પડતી હાલાકી
ફતેપુરા તા.20
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ ભારતીય સ્ટેટ બેંકમાં છેલ્લા એક માસથી પાસબુકમા એન્ટ્રી પડાવવા માટેનું મશીન બંધ હાલતમાં હોવાથી ખાતેદારોને પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટેનું મશીન બગડેલી હાલતમાં હોય ખાતેદારો ને પાસ બુકમાં એન્ટ્રી પડાવવા માટે બેંકમાં આવતાં એન્ટ્રી પાડવાનું મશીન બંધ હાલતમાં માં જોવા મળતા વીલા મોઢે પરત ફરવાનો વારો આવે છે.પાસબુક માં એન્ટીના નોંધ ના હોવાના સબબ કામ પણ અટકી જવાના સંભાવના રહેલ છે.ફતેપુરા ગામે આવેલ ભારતીય સ્ટેટ બેન્ક બંધ હાલતમાં પડેલ પાસબુક પ્રિન્ટ માટેનું મશીન વહેલા તકે શરૂ કરવામાં આવે તેઓ ખાતા ધારકો ઈચ્છી રહ્યા છે