રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં ગૌશાળામાં વૈષ્ણવ મનોરથ, ભક્તિમય માહોલ
દાહોદ તા. ૧૯
દાહોદ ખાતે દ્વિતીય પીઠના યુવા વૈષ્ણવ આચાર્ય પૂજ્યપાદ શ્રી હરિ રાયજી મહોદય તેમના લાલન શ્રી વદાન્યા રાયજી સાથે સહપરિવાર શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે બિરાજમાન રહ્યા હતા. હવેલીમાં વિવિધ ધાર્મિક મનોરથોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૈષ્ણવ ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
આજના દિવસે ગોધરા રોડ સ્થિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી સોસાયટીમાં આવેલી શ્રી ગોવર્ધન ગૌશાળામાં વિશેષ મનોરથ યોજાયો હતો. આ મનોરથ અંતર્ગત ગૌમાતાઓને સતવા લાડવા આરોગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ શ્રી વિઠ્ઠલેશ મંડળના માધ્યમથી સુવ્યવસ્થિત રીતે યોજાયો હતો.
વિશેષતા એ રહી કે વૈષ્ણવ આચાર્ય સ્વયં મનોરથમાં હાજર રહ્યા હતા, જેના કારણે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. “વલ્લભાધીશ કી જય” અને “વિટ્ઠલેશ રાય કી જય” ના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કીર્તનના મધુર તાલે સૌએ ગૌસેવામાં જોડાઈ આનંદની અનોખી અનુભૂતિ કરી હતી.
