રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ સ્ટેશન રોડ ઉપર એમ્બ્યુલન્સ અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, બે યુવતીઓ ઇજાગ્રસ્ત.!
જાગૃત નાગરિકોએ માનવતાની ફરજદા કરી, બંને યુવતીઓને હોસ્પિટલ ખસેડી પરિવારજનોને બોલાવ્યા,
મોબાઈલ ફોન વોલેટ સહિત કિમતી વસ્તુ પરત કરી.
દાહોદ તા.૨૦
દાહોદ શહેરના 24 કલાક ધમધમતા એવા સ્ટેશન રોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામી વિવેકાનંદ સર્કલ પર એક એમ્બ્યુલન્સના ચાલકે મોપેડ ગાડી પર સવાર બે યુવતીઓને અડફેટમાં લેતા બંને મહિલાઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના બાદ તરત જ દોડી આવેલા આસપાસના લોકો તેમજ જાગૃત નાગરિકોએ બંને ઇજાગ્રસ્ત યુવતીઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ સ્વામી વિવેકાનંદ સર્કલ પર ગઈકાલે રાત્રે 8:00 વાગ્યા ના સુમારે દર્પણ ટોકીઝ રોડ થી અમદાવાદ તરફ હાર્ટના દર્દી લઈને જતી એક એમ્બ્યુલન્સના ચાલકે મોપેડ સવાર બે યુવતીઓને જોશબેર ટક્કર મારતા સ્કુટી પર સવાર બંને યુવતીઓ ૨૦ થી ૩૦ ફૂટ સુધી ઘસેડાઈ હતી. જેના લીધે તેમના શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જોકે એમ્બ્યુલન્સમાં દર્દી હોવાથી તેને તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. આ સમયે સ્થળ પર હાજર આસપાસના લોકો તેમજ જાગૃત નાગરિકોએ બંને યુવતીઓને રિક્ષામાં બેસાડી કે કે શાહ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં બંનેને સારવાર હેઠળ મૂકવામાં આવી હતી. આ દરમિયાન હોસ્પિટલ લઈ ગયેલા લોકોએ યુવતીના પરિવારજનોને જાણ કરી દવાખાને બોલાવ્યા હતા અને તેઓને બને યુવતીઓના મોબાઇલ ફોન વોલેટ તેમજ હાથમાં પહેરેલા સોનાના દાગીના સુરક્ષિત રીતે પરત કરી માનવતાની ફરજ અદા કરી હતી. જોકે આ બનાવ સંદર્ભે દાહોદ બી ડિવિઝન પોલીસે અકસ્માત અન્વયે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
