દાહોદમાં આજે વધુ ૧૭ કોરોના પોઝીટીવ રિપોર્ટ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૨૩૩ ને પાર પહોંચી ગયો છે. બીજી તરફ દાહોદમાં કોરોનાથી સાજા થતાં દર્દીઓમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. રોજે રોજ ઘણા દર્દીઓ કોરોના સામે જંગ જીતી પોત પોતાના ઘરે જવા રવાના થાય છે ત્યારે આજે વધુ ૧૮ વ્યક્તિઓએ કોરોના સામે જંગ જીતતા એક્ટવી કેસની સંખ્યા ૧૫૩ રહેવા પામી છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી ૬૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.