Tuesday, 25/11/2025
Dark Mode

સંજેલી તાલુકાના ઝરોર ગ્રામ પંચાયતના ધાવડી ફળિયામાં શોર્ટ સર્કિટમાં મકાન બળીને ખાખ.. પરિવાર રક્ષાબંધન કરવા સાસરીમાં ગયા:મકાનમાં મુકેલો ગેસનો બાટલાંના પણ ટુકડા થયા..

August 13, 2025
        2041
સંજેલી તાલુકાના ઝરોર ગ્રામ પંચાયતના ધાવડી ફળિયામાં શોર્ટ સર્કિટમાં મકાન બળીને ખાખ..  પરિવાર રક્ષાબંધન કરવા સાસરીમાં ગયા:મકાનમાં મુકેલો ગેસનો બાટલાંના પણ ટુકડા થયા..

સંજેલી મહેન્દ્ર ચારેલ….

સંજેલી તાલુકાના ઝરોર ગ્રામ પંચાયતના ધાવડી ફળિયામાં શોર્ટ સર્કિટમાં મકાન બળીને ખાખ..

પરિવાર રક્ષાબંધન કરવા સાસરીમાં ગયા:મકાનમાં મુકેલો ગેસનો બાટલાંના પણ ટુકડા થયા..

 સંજેલી તા ૧૩સંજેલી તાલુકાના ઝરોર ગ્રામ પંચાયતના ધાવડી ફળિયામાં શોર્ટ સર્કિટમાં મકાન બળીને ખાખ.. પરિવાર રક્ષાબંધન કરવા સાસરીમાં ગયા:મકાનમાં મુકેલો ગેસનો બાટલાંના પણ ટુકડા થયા..

સંજેલી તાલુકામાં અનેકવાર નાના મોટા શોર્ટ સર્કિટના કારણ કેટલાય આગના બનાવો બન્યા છે જેમાં લાખો નું નુકસાન પણ જોવા થયુ હતું જેને લઇ અનેકવાર જાગૃત નાગરિક દ્વારા તાલુકામાં ફાયર બ્રિગેડ ફાળવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે પરંતુ આ રજૂઆત કોઈપણ અધિકારીએ ધ્યાને ન લેતા આ તાલુકાના નગરજનો ફાયરની સુવિધાથી વંચિત જોવા મળી રહિયા છે. સંજેલી તાલુકાના ઝરોર ગ્રામ પંચાયતના ધાવડી ફળિયા ગામે રાત્રિના સમયે 12:00 વાગ્યાના અરસામાં મકાનમાં શૉટ સર્કિટ થતા વિકરાળ આગ ફાટી નીકળતા આજુબાજુમાં લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી..

ઝરોરના ધાવડી ફળિયાના સંગાડા કિરીટભાઈ તેરસિંગભાઈનો પરિવાર રક્ષાબંધન નિમિત્તે સાસરીમાં ગયા તેની રાત્રે મકાનમાં અચાનક શોર્ટ સર્કિટ થતા મકાન બળીને ખાખ થઈ જવા પામ્યું હતું જેમાં ગેસ સિલિન્ડર પણ ફાટી જતા બે ટુકડા થઈ ગયા મકાનમાં અનાજ સહિત ખાણીપીણી નો સામાન તેમ ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.આ મકાનમાં ભારે આગ ફાટી નીકળતા ઝાલોદ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ મકાન બળીને ખાખ થયા બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુજાવાના પ્રયત્નો કર્યા હતા..

સંજેલી તાલુકામાં ફાયર બ્રિગેડ નો અભાવ ને લઈ ભારે મુશ્કેલી પડી રહી છે જો ફાયર બ્રિગેડ સંજેલી સ્થાનિક લેવલે હોય તો મોટું નુકસાન થતાં ટળી જતું અને આવનાર સમયમાં તાલુકામાં કોઈપણ બાજુ આગ ના બણાવો બને તો મોટું નુકસાન થતાં અટકી શકે તેમ છે ખરેખર ફાયર બ્રિગેડ ફાળવાય તે જરૂરી છે..

રાજુભાઈ વસૈયા વાંસિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!