Saturday, 12/07/2025
Dark Mode

*દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થતા તંત્રને હાશકારો* *ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે બ્રાહ્મણ ખોબરા વર્ગ પ્રાથમિક શાળામાં પુનઃ મતદાન યોજાશે, સંજેલીમાં મતદાન મથક માંથી વોટ નાખવાનો સિક્કો ગાયબ થયો?*

June 23, 2025
        4173

બાબુ સોલંકી :- સુખસર

*દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થતા તંત્રને હાશકારો*

*ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે બ્રાહ્મણ ખોબરા વર્ગ પ્રાથમિક શાળામાં પુનઃ મતદાન યોજાશે, સંજેલીમાં મતદાન મથક માંથી વોટ નાખવાનો સિક્કો ગાયબ થયો?*

સુખસર,તા.22

*દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થતા તંત્રને હાશકારો* *ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે બ્રાહ્મણ ખોબરા વર્ગ પ્રાથમિક શાળામાં પુનઃ મતદાન યોજાશે, સંજેલીમાં મતદાન મથક માંથી વોટ નાખવાનો સિક્કો ગાયબ થયો?*

દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચુંટણીનું આજે મતદાન હોઈ દાહોદ જિલ્લામાં આજરોજ વહેલી સવારથીજ મતદારો મતદાન કરવા માટે મતદાન મથકોએ પહોંચી ગયાં હતાં.તમામ મતદાન મથકોએ મતદાન કરવા માટે મતદારોની લાંબી લાઈનો નજરે પડી હતી.ત્યારે દાહોદ જિલ્લામાં 14 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનું સાંજના પાંચ વાગ્યા સુધીમાં 66.88 ટકા મતદાન નોંધાયું છે.જ્યારે 262 સામાન્ય ગ્રામ પંચાયતોનું સાંજના પાંચ વાગ્યા સુધી 77.18% મતદાન નોંધાયું છે.આજના આ મતદાનમાં સરપંચ પદના 840 અને સભ્યો પદના 4336 ઉમેદવારોનું ભાવી મતદાન પેટીમાં સીલ થઈ જવા પામ્યું છે.

*દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થતા તંત્રને હાશકારો* *ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે બ્રાહ્મણ ખોબરા વર્ગ પ્રાથમિક શાળામાં પુનઃ મતદાન યોજાશે, સંજેલીમાં મતદાન મથક માંથી વોટ નાખવાનો સિક્કો ગાયબ થયો?*

દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચુંટણીનું આજે મતદાન હોઈ વહેલી સવારથીજ મતદારો મતદાન કરવા માટે તમામ બુથ મથકોએ પહોંચી ગયાં હતાં. યુવાનો, મહિલાઓ તેમજ વયોવૃધ્ધ લોકોએ પોતાનો અમુલ્ય મતનો ઉપયોગ કર્યાે હતો. આ વખતે ગ્રામ પંચાયતોની ચુંટણીમાં મતદારોનો મિજાજ કંઈક અલગજ જાેવા મળ્યો હતો.આ વખતની ગ્રામ પંચાયતની ચુંટણીમાં જે ઉમેદવાર ગ્રામ પંચાયતના વિકાસના કામો કરશે તેમજ પ્રજાજનોની રજુઆત સાંભળશે, તેવા ઉમેદવારોનેજ મતદારો દ્વારા મત આપવાનું મનોમન નક્કી કરી લીધું હોય તેમ આજની આ ગ્રામ પંચાયતની ચુંટણી પરથી પ્રતિત થઈ રહ્યું હતું. જેને પગલે આ વખતની ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઉમેદવારોને જીતવા માટે લોખંડના ચણા ચાવવા પડશે.તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય.દાહોદ જિલ્લામાં 14 ગ્રામ પંચાયતોની પેટા ચુંટણીનં મતદાન થયું હતું જ્યારે 262 ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણીનું મતદાન થયું હતું.ગ્રામ પંચાયતોની પેટા ચુંટણીમાં દાહોદમાં 03 ગ્રામ પંચાયતો, ગરબાડામાં 02 ગ્રામ પંચાયતો, ઝાલોદમાં 01 ગ્રામ પંચાયતસ ફતેપુરામાં 02, સંજેલીમાં 01, લીમખેડામાં 02, સીંગવડમાં 01 અને દેવગઢ બારીઆમાં 02 મળી કુલ 14 પેટા ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.જ્યારે સામાન્ય ગ્રામ પંચાયતોમાં કુલ 26 ગ્રામ પંચાયતોમાં દાહોદમાં 28 ગરબાડામાં 18, ઝાલોદમાં 59, ફતેપુરામાં 48, સંજેલીમાં 09, લીમખેડામાં 26, ધાનપુરમાં 20, સીંગવડમાં 16 અને દેવગઢ બારીઆમાં 38 સામાન્ય ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.પેટા ચુંટણીની 14 ગ્રામ પંચાયતોમાં કુલ 24617 મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે સામાન્ય ગ્રામ પંચાયતોમાં કુલ 548852 મતદારોનો સમાવેશ થાય છે.સવારના સાત વાગ્યાંથી શરૂ થયેલ આ મતદાન સમયસર સંમ્પન્ન થયું હતું. બપોરના 01 વાગ્યા સુધી પેટા ચુંટણીની ગ્રામ પંચાયતોનું 50.59 ટકા મતદાન નોંધાંયું હતું.જ્યારે સામાન્ય ગ્રામ પંચાયતોમાં બપોરના 1 વાગ્યા સુધી 48.45 ટકા મતદાન નોંધાંયું હતું. આમ, દાહોદ જિલ્લામાં 14 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનું સાંજના પાંચ વાગ્યા સુધીમાં 66.88 ટકા મતદાન નોંધાંયું છે. જ્યારે 262 સામાન્ય ગ્રામ પંચાયતોનું સાંજના પાંચ વાગ્યા સુધી 77.18% મતદાન નોંધાયું છે. 840 મતદારોની સંખ્યાની વાત કરીએ તો પેટા ચુંટણીની 14 ગ્રામ પંચાયતોમાં દાહોદમાં કુલ 10706 મતદારો, ગરબાડામાં 918 મતદારો, ઝાલોદમાં 330 મતદારો, ફતેપુરામાં 730, સંજેલીમાં 143, લીમખેડામાં 6226, સીંગવડમાં 2431 અને દેવગઢ બારીઆમાં 1607 મતદારો મળી કુલ24617 મતદારોનો સમાવેશ થાય છે.તેવીજ રીતે 262 સામાન્ય ગ્રામ પંચાયતોમાં યોજાયેલ આ મતદાન પ્રક્રિયામાં દાહોદમાં 69162 મતદારો, ગરબાડામાં 61914 મતદારો, ઝાલોદમાં 140487 મતદારો, ફતેપુરામાં 87220, સંજેલીમાં28669,લીમખેડામાં 50780, ધાનપુરમાં 25739, સીંગવડમાં 20803અને દેવગઢ બારીઆમાં 59078 મતદારો મળી કુલ 548852 મતદારોનો સમાવેશ થાય છે.

*ઝાલોદના મોટીહાંડી ગામે ધામણ ખોબરા વર્ગ પ્રાથમીક શાળાના મતદાન મથકે બબાલ:પુન:મતદાન યોજાશે*

*દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થતા તંત્રને હાશકારો* *ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે બ્રાહ્મણ ખોબરા વર્ગ પ્રાથમિક શાળામાં પુનઃ મતદાન યોજાશે, સંજેલીમાં મતદાન મથક માંથી વોટ નાખવાનો સિક્કો ગાયબ થયો?*

ઝાલોદના મોટીહાંડી ગામે ધામણ ખોબરા વર્ગ પ્રાથમીક શાળા મતદાન મથકે બે પક્ષો વચ્ચે માથાકુટ થતાં અફરા તફરીનો માહૌલ સર્જાઈ જવા પામ્યો હતો. આ માથાકુટમાં મતદાન મથકની ચુંટણી સામગ્રી પણ ગુમ થઈ જવા પામી હતી. આ ઘટનાની જાણ ઝાલોદના પ્રાત અધિકારી સમેત ચુંટણી અધિકારીઓને થતાં તમામ સ્થળ પર પહોંચી ગયાં હતાં સાથે સાથે દાહોદ જિલ્લા પોલીસ વડા તેમજ સ્થાનીક પોલીસનો કાફલો પણ મતદાન મથકે પહોંચી ગયો હતો. જ્યાં પ્રાંત અધિકારી દ્વારા મતદાન મથકે તપાસ કરતાં જ્યાં સરપંચ ઉમેદવારના 43 અને સભ્યો ઉમેદવારના 43 બેલેટ ગુમ થયાં હોવાનું સામે આવ્યું છે.આ માથાકુટને પગલે આ વિસ્તારના મતદારોમાં નિરાશા પણ જાેવા મળી હતી.ઘટના સ્થળે પહોંચેલ પોલીસ પરિસ્થિતીને કાબુમાં લીધી હતી ત્યારે મતદાન મથકની સામગ્રી ગુમ થતાં અને પરિસ્થિતીને જાેતા ચુંટણી અધિકારી દ્વારા આ મતદાન મથક પર ફરી મતદાન યોજાનાર છે.આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કરી માથાકુટ કરનાર તત્વોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

*સંજેલીમાં પ્રિસાઈડિંગ ઓફિસરની બેદરકારી : મતદાન મથકમાંથી વોટ નાંખવાનો સિક્કો ગાયબ!?*

*દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થતા તંત્રને હાશકારો* *ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે બ્રાહ્મણ ખોબરા વર્ગ પ્રાથમિક શાળામાં પુનઃ મતદાન યોજાશે, સંજેલીમાં મતદાન મથક માંથી વોટ નાખવાનો સિક્કો ગાયબ થયો?*

સંજેલીમાં ગ્રામ પંચાયતોની ચુંટણીને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો ત્યારે સંજેલીના વાંસીયા ખાતે જેમાં ચોરા ફળિયા પ્રાથમીક શાળા મતદાન મથકમાંથી વોટ નાંખવાનો સિક્કો ગાયબ થઈ જતાં અફરા તફરીના દ્રશ્યો સર્જાયા હતાં.આ મતદાન મથકે મતદારોની મતદાન કરવા માટે લાંબી લાઈનો હતી. ત્યારે આ મતદાન મથકમાં વોટ નાંખવાનો સિક્કોજ ગાયબ થઈ જતાં મતદારોને લાંબી લાઈનોમાં કલાકો સુધી ઉભા રહેવાનો વારો આવ્યો હતો.બીજી તરફ પ્રિસાઈડીંગ ઓફિસર પાસેથી બીજાે સિક્કો હોવાથી મતદાન પ્રક્રિયા પુન: શરૂ કરવામાં આવી હતી પરંતુ પ્રિસાઈડીંગ ઓફિસરની આ બેદરકારીને પગલે મતદારોમાં અંદરો અંદર અનેક ચર્ચાઓએ પણ ભારે જાેર પકડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!