દેવગઢ બારીઆના રાજમહેલમાં દીપડાનો આતંક:કમ્પાઉન્ડમાં સફાઈ કરતા 38 વર્ષીય કર્મચારી પર હુમલો, માથા-કાન પર ઈજા કરતાં લોહીલુહાણ..

Editor Dahod Live
2 Min Read

દેવગઢ બારીઆના રાજમહેલમાં દીપડાનો આતંક:કમ્પાઉન્ડમાં સફાઈ કરતા 38 વર્ષીય કર્મચારી પર હુમલો, માથા-કાન પર ઈજા કરતાં લોહીલુહાણ..

દાહોદ તા.17

દેવગઢ બારીઆના પીપલોદ રોડ સ્થિત રાજમહેલમાં આજે બપોરે 3 વાગ્યાની આસપાસ દીપડાએ એક કર્મચારી પર હુમલો કર્યો. રાજમહેલના કમ્પાઉન્ડમાં સફાઈ કામ કરતા 38 વર્ષીય કમલેશભાઈ ધનાભાઈને દીપડાએ હુમલો કરતાં માથા, કાન અને બરડાના ભાગે ઈજાઓ થઈ. લોહીલુહાણ હાલતમાં તેમને દેવગઢ બારીઆની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

 

રાજમહેલના કમ્પાઉન્ડમાં ઊંચી દીવાલ હોવા છતાં દીપડો અંદર પ્રવેશ્યો હતો. કમલેશભાઈની બૂમો સાંભળી દીપડો ઝાડી-ઝાંખરા તરફ નાસી ગયો. ઘટનાની જાણ થતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી છે.

 

દેવગઢ બારીઆના પીપલોદ રોડ સ્થિત રાજમહેલમાં આજે બપોરે 3 વાગ્યાની આસપાસ દીપડાએ એક કર્મચારી પર હુમલો કર્યો. રાજમહેલના કમ્પાઉન્ડમાં સફાઈ કામ કરતા 38 વર્ષીય કમલેશભાઈ ધનાભાઈને દીપડાએ હુમલો કરતાં માથા, કાન અને બરડાના ભાગે ઈજાઓ થઈ. લોહીલુહાણ હાલતમાં તેમને દેવગઢ બારીઆની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જોકે રાજમહેલના કમ્પાઉન્ડમાં ઊંચી દીવાલ હોવા છતાં દીપડો અંદર પ્રવેશ્યો હતો. કમલેશભાઈની બૂમો સાંભળી દીપડો ઝાડી-ઝાંખરા તરફ નાસી ગયો. ઘટનાની જાણ થતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.રાજવી પરિવારના સભ્ય તુષારસિંહ બાબાએ સિવિલ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તની તબીબી સ્થિતિની માહિતી મેળવી હતી. જોકે દીપડાના આવવાના સમાચાર ફેલાતાં મોટી સંખ્યામાં નગરજનો રાજમહેલની આસપાસ એકઠા થયા હતા.વન વિભાગે દીપડાને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી નગરમાં ભયનો માહોલ છે. વન વિભાગ પાસે ઝડપી કાર્યવાહીની માંગ ઉઠી છે.

Share This Article