Sunday, 01/06/2025
Dark Mode

દાહોદમાં અણધાર્યા વરસાદથી ગરમીમાં આંશિક રાહત,બફારો યથાવત સાંજના સમયે તોફાની પવન સાથે એક કલાક સુધી કમોસમી વરસાદ વરસ્યો…

May 15, 2025
        1101
દાહોદમાં અણધાર્યા વરસાદથી ગરમીમાં આંશિક રાહત,બફારો યથાવત  સાંજના સમયે તોફાની પવન સાથે એક કલાક સુધી કમોસમી વરસાદ વરસ્યો…

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં અણધાર્યા વરસાદથી ગરમીમાં આંશિક રાહત,બફારો યથાવત

સાંજના સમયે તોફાની પવન સાથે એક કલાક સુધી કમોસમી વરસાદ વરસ્યો…

ભેજનું પ્રમાણ વધુ હોવાથી લોકોને બફારાથી સંપૂર્ણ મુક્તિ મળી નહીં

દાહોદ તા. 14

દાહોદમાં અણધાર્યા વરસાદથી ગરમીમાં આંશિક રાહત,બફારો યથાવત સાંજના સમયે તોફાની પવન સાથે એક કલાક સુધી કમોસમી વરસાદ વરસ્યો...

દાહોદ જિલ્લાના રહેવાસીઓએ બુધવારે દિવસભર આકરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. તાપમાનનો આંકડો 34 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અગાઉના અઠવાડિયે આવેલા ચક્રવાત અને વરસાદ પછી ફરી એકવાર ગરમીનું જોર વધતા લોકો પરેશાન હતા. જો કે, સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. ત્યારબાદ, લગભગ એક કલાક સુધી ભારે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન પવનની ગતિ ઘણી તેજ હતી અને આકાશમાં વીજળીના ચમકારા પણ જોવા મળ્યા હતા. આ વરસાદે દિવસભરની ગરમીથી પીડિત લોકોને થોડી રાહતનો અનુભવ કરાવ્યો હતો. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધારે હતું, જેના કારણે બફારો યથાવત રહ્યો હતો. સવારથી સૂર્ય આકાશમાં તેજસ્વી રીતે ચમકી રહ્યો હતો, પરંતુ બપોર પછી વાદળો ઘેરાવા લાગ્યા હતા. સાંજે આવેલા આ અણધાર્યા વરસાદે લોકોને ગરમીથી થોડી રાહત આપી હતી, પરંતુ હવામાં ભેજનું પ્રમાણ ઊંચું હોવાથી બફારાની સમસ્યા ચાલુ રહી હતી. આમ છતાં, દિવસભરની અસહ્ય ગરમીથી પરેશાન લોકો માટે આ કમોસમી વરસાદ રાહતનો શ્વાસ લઈને આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!