více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદમાં સરસ્વતીના ધામમાં ચાલતા જુગારધામ પર પોલીસની રેડ:જુગાર રમતા 14 શખ્સો ઝડપાયા ગંજીપત્તા વડે હાર-જીતનો જુગાર રમાતો હોવાનો પર્દાફાશ; રોકડ, 16 મોબાઇલ અને 3 વાહનો સહિત ₹20.17 લાખનો મુદ્દામાલ જપ્ત

Editor Dahod Live
4 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં સરસ્વતીના ધામમાં ચાલતા જુગારધામ પર પોલીસની રેડ:જુગાર રમતા 14 શખ્સો ઝડપાયા

ગંજીપત્તા વડે હાર-જીતનો જુગાર રમાતો હોવાનો પર્દાફાશ; રોકડ, 16 મોબાઇલ અને 3 વાહનો સહિત ₹20.17 લાખનો મુદ્દામાલ જપ્ત

દાહોદ તા.31

ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે સરસ્વતીના ધામમાં ચાલી રહેલા જુગારધામ પર દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓચિંતી રેડ પાડતા નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ પોલીસે ઘેરો ઘાલીને શ્રાવણીયો જુગાર રમતા તમામ 14 જેટલા માલેતુજાર પરિવારના નબીરાઓને ઝડપી તેમની પાસેથી રોકડ , મોબાઈલ ફોન તેમજ ફોરવીલર ગાડી મળી 20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. બીજી તરફ કહેવાથી આશ્રમશાળા જેમાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ હોસ્ટેલની સુવિધા સાથે ત્યાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાના મંદિરમાં જુગાર ધામ ચાલતો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આશ્રમશાળાના સંચાલકો તેમજ ટ્રસ્ટીઓ વગેરેની મિલી ભગતથી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર જુગાર તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. જેમાં જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવકા નવાપુરા ફળીયામાં આવેલી આદિવાસી આશ્રમ શાળામાં ગંજીપત્તા વડે હાર-જીતનો જુગાર રમતા 14 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. જોકે LCBની ટીમે બાતમીના આધારે દરોડો પાડી સ્થળ પરથી જુગાર રમતા શખ્સોને ઝડપી પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન રોકડ રકમ, 16 મોબાઇલ ફોન અને 3 વાહનો સહિત કુલ ₹20.17 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. જુગારધામ પર પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ તેમજ દાવ પર મુકાયેલી રકમ મળી આવી હતી. ઉપરાંત 16 મોબાઇલ ફોન, 52 ગંજીપત્તા અને 3 વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસ મુજબ જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત અંદાજે ₹20,17,000 છે. જોકે આ કાર્યવાહીમાં દાહોદ, અમદાવાદ, સુરત અને જૂનાગઢ સહિતના સ્થળોના 14 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. હાલ આ જ કડીમાં LCBની ટીમે જેસાવાડા વિસ્તારમાં કાર્યવાહી કરી ગણનાપાત્ર જુગારનો કેસ ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

*પકડાયેલા જુગારીયાઓ યાદી*

(૧) જેમિનભાઈ ભાનુપ્રસાદ દરજી

સરનામું: દાહોદ મંડાવાવ રોડ, દરજી સોસાયટી, તા. જી. દાહોદ

(૨) રાહિલભાઈ સંજયભાઈ ખંડેલવાલ

સરનામું: દાહોદ, જાલારામ મંદિર, અગ્રવાલ સોસાયટી, તા. જી. દાહોદ

(૩) ધ્રુવિતભાઈ નરસિંહભાઈ ભટ્ટ

સરનામું: પ્લોટ નં-૨૭ ધુણિ, ગામ ટીંબાવાડી મધુરમ સોસાયટી, તા. જી. જૂનાગઢ

(૪) ગુંજનભાઈ બળવંતસિંહ બેરાવત (લબાના)

સરનામું: દાહોદ લક્ષ્મીનગર, રળિયાતી રોડ, તા. જી. દાહોદ

(૫) લકીભાઈ વિજયભાઈ અગ્રવાલ

સરનામું: દાહોદ મંડાવાવ રોડ, ત્રિવેણી અપાટ્ર્મેન્ટ, તા. જી. દાહોદ

(૬) આર્યનભાઈ રોહિતભાઈ દરજી

સરનામું: દાહોદ મંડાવાવ રોડ, રોકડીયા સોસાયટી, તા. જી. દાહોદ

(૭) કેતુલભાઈ વિજયભાઈ ચૌહાણ

સરનામું: દાહોદ ગોવિંદનગર, આશિર્વાદ સોસાયટી, તા. જી. દાહોદ

(૮) રવિભાઈ ઉમેશકુમાર આડકેક્ટર (બામણ)

સરનામું: દાહોદ મંડાવાવ રોડ, બાલાજી ટાવર, તા. જી. દાહોદ

(૯) તેજસભાઈ ઘનશ્યામભાઈ શિમ્પી

સરનામું: વિજયાનગર સોસાયટી, ઉધના, સુરત, તા. જી. સુરત

(૧૦) આયુષભાઈ ભદ્રેશકુમાર ભાટિયા

સરનામું: દાહોદ ગૌશાળાની બાજુમાં, તા. જી. દાહોદ

(૧૧) અક્ષયભાઈ ભદ્રેશભાઈ દરજી

સરનામું: દાહોદ ગોવિંદનગર, પ્રકૃતિનગર, તા. જી. દાહોદ

(૧૨) કૃણાલભાઈ શૈલેષભાઈ દરજી

સરનામું: ડી-૩૦૩ વસ્ત્રાલ સૂર્યમ એલિગન્સ અમદાવાદ (મુળ રહે. ૪૧ શક્તિપાર્ક સોસાયટી, લુણાવાડા, તા. લુણાવાડા, જી. મહીસાગર)

(૧૩) નિખિલભાઈ સુનીલભાઈ ભાટિયા

સરનામું: દાહોદ હનુમાન બજાર, નવીવાડ, તા. જી. દાહોદ

(૧૪) મેહુલકુમાર શૈલેષભાઈ દરજી

સરનામું: વસ્ત્રાલ સૂર્યમ એલિગન્સ, અમદાવાદ

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard