બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના ભોજેલા ખાતે પાતાળેશ્વર મહાદેવ તથા માં ચામુંડા માતાજી મંદિરનો 1.75 કરોડ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્વાર કરાશે*
*મંદિર પાસે વાવમાં ચામુંડા માતાજીની હાજરી તથા પાતાળેશ્વર મંદિરમાં 15 ફૂટ ઊંડું શિવલિંગ હોવાની લોક માન્યતા*
*પાતાળેશ્વર મહાદેવ મંદિર તથા ચામુંડા માતાજી મંદિરની 1 ડિસેમ્બર 2026 થી 6 ડિસેમ્બર 2026 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી*
સુખસર,તા.27
દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના સુખસરથી માત્ર બે કિલોમીટરના અંતરે ભોજેલા ગામ આવેલ છે. અહીંયા આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક પ્રતિમાઓનો અખૂટ ભંડાર ધરાવતું શિવ મંદિર છે આ સ્થળે પૌરાણિક વાવ પણ આવેલ છે.1250 વર્ષ અતિ પુરાણું શ્રી પાતાળેશ્વર મહાદેવ તથા ચામુંડા માનુ મંદિર આવેલ છે.આ મંદિરની પાસે પુરાણી વાવ પણ આવેલ છે.તેમજ આ મંદિર સ્વયંભૂ શિવ પ્રાગટ્ય છે.તેમજ ભોજા ભગતના નામ ઉપરથી આ ગામનું નામ ભોજેલા પડેલ હોવાની લોકવાયકા પણ છે.ભોજેલા ગામ સહિત આજુબાજુના ગામડાઓની પ્રજા આ મંદિર અને પવિત્ર વાવ પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવે છે.મહાદેવજીનું શિવલિંગ જમીનમાં 15 ફૂટ નીચે આવેલ હોવાથી પાતાળેશ્વર મહાદેવ ના નામે ઓળખાય છે.
લોકવાયકા મુજબ ભોજેલા ગામે આવેલ આ મંદિરની ભવ્યતા, દિવ્યતા અને સમૃદ્ધિને કમ નસીબે અનાર્યોએ મંદિરને દ્વસ્ત કરી લૂંટફાટ કરવા પ્રયત્ન કર્યો હતો.જેથી તે સમયનું ભોજેલા ગામ ભયગ્રસ્ત બની માછી સમાજના લોકોએ રાતોરાત ઘરબાર ગામ છોડીને તેમની તમામ માલ મિલ્કતની પરવા કર્યા વિના તેઓની કુળદેવી ચામુંડા માં ની મૂર્તિને વાવમાં પધરાવી જીવ લઈને ભાગી ગયા હતા.અને કુળદેવી ચામુંડા માને વાવમાં પધરાવી સુરક્ષા કરી હતી. તેમજ કડાણા મહીકાઠાના માછી સમાજના લોકોના કુળદેવી હોય દર વર્ષે નવરાત્રીમાં વાવ નજીકથી માતાજીની જ્યોત પ્રજવલિત કરી નવરાત્રીનો અખંડ દીપક પણ મૂકી રહ્યા છે.અને આ વાવમાં ચામુંડા માં ની સાક્ષાત હાજરી હોવાની પણ માન્યતા છે.
ભોજેલા ગામે આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિર અતિ જીર્ણ બની ગયું હતું.અને મોટા ભાગની મૂર્તિઓ હાલમાં પણ ખંડિત હાલતમાં જોવા મળી રહી છે. લગભગ 1250 વર્ષ અતિ પુરાણા આ મંદિર અને તેમાં સ્થપાયેલ મૂર્તિઓ લૂંટારોઓએ ખંડિત કરેલ હતી.જેને લઇને ભોજેલા,આફવા, સુખસર,પાડલીયા અને આસપાસના ગામોમાં આવેલ ગ્રામજનોના દિલમાં મંદિરનો જીર્ણોદ્વાર કરવાનો સંકલ્પ કરી વર્ષ 2018માં આ સંકલ્પને પરિપૂર્ણ કરવા વર્ષ 2022 માં કામ ચાલુ કરવામાં આવ્યું.સમગ્ર જૂના મંદિરનું ઉત્થાપન કરી વર્ષ 2024 માં શિવ મંદિર અને ચામુંડા માતાના મંદિરનો શીલાન્યાસ કરવામાં આવ્યો હતો.બે થી ત્રણ વર્ષ બંને મંદિરના નવીનીકરણ કરવામાં આવેલ છે.અને તેમાં પાતાળેશ્વર મહાદેવજી મંદિર માટે 1.25 કરોડ તથા ચામુંડા માતાજીના મંદિરના નવીનીકરણ માટે માછી સમાજના સભ્યો દ્વારા 51 લાખ રૂપિયા જેટલો ખર્ચ દાન,ફાળો લઈ બંને મંદિરોની કામગીરી કરવામાં આવેલ છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે માં ચામુંડા માતાજીનું મંદિર ભોજેલા ગામના ભોજા ભગતના અનુયાયીઓ લગભગ 52 ગામના માછી સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે માં ચામુંડા મંદિરનો આશરે 51 લાખ રૂપિયા જેટલો ખર્ચ માછી સમાજ દ્વારા કરવામાં આવેલ છે.ત્યારે પાતાળેશ્વર મહાદેવ મંદિર તથા માં ચામુંડા માં મંદિરનો તારીખ 1/12/ 2026 થી તારીખ 6/12/2026 છ દિવસ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. પાતાળેશ્વર મહાદેવ મંદિર તથા માં ચામુંડા માં ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉપસ્થિત રહેનાર હોવાનું પણ જાણવા મળે છે.
