více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

લીમડીમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ: AAP સાથે સંકળાયેલા સંજય ડામોર ઝડપાયા.!  રણીયાર ગામના રોડ પરથી મારુતિ સ્વિફ્ટમાંથી 24 ટીન બિયર અને 96 ક્વાર્ટર વ્હિસ્કી મળી; દારૂ-કાર સહિત ₹4.62 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Editor Dahod Live
2 Min Read

લીમડીમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ: AAP સાથે સંકળાયેલા સંજય ડામોર ઝડપાયા.! 

રણીયાર ગામના રોડ પરથી મારુતિ સ્વિફ્ટમાંથી 24 ટીન બિયર અને 96 ક્વાર્ટર વ્હિસ્કી મળી; દારૂ-કાર સહિત ₹4.62 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

દાહોદ તા.31

લીમડી વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી કરતાં એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા શખ્સની ઓળખ સંજયભાઈ મહેશભાઈ ડામોર તરીકે થઈ છે, જેઓ આંબા જિલ્લા પંચાયત સીટના સભ્યના પતિ હોવાનું સામે આવ્યું છે અને AAP સાથે સંકળાયેલા હોવાનું જણાવાયું છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર લીમડી પોલીસને મળેલી બાતમીના આધારે રણીયાર ગામના રોડ પર વાહન ચેકિંગ દરમિયાન GJ-20-CA-2114 નંબરની મારુતિ સ્વિફ્ટ કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પોલીસ તપાસમાં મારુતિ સ્વિફ્ટ કારમાંથી 24 નંગ ટીન બિયર અને 96 નંગ ક્વાર્ટર વ્હિસ્કી મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત કાર સહિત કુલ ₹4.62 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ કાર્યવાહી બાદ લીમડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે ઝડપાયેલા શખ્સને કાયદેસરની કાર્યવાહી હેઠળ લઈ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે.દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. લીમડીમાં થયેલી આ કાર્યવાહી પણ એ જ કડીનો એક ભાગ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard