
ઝાલોદખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઝાલોદના ચેરમેન તરીકે મહેશભાઈ ભુરીયાની બિનહરીફ વરણી કરાઇ…
ચૂંટણી અધિકારીને અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં 17 પૈકી ૧૬ સભ્યો હાજર રહ્યા..
ઝાલોદ તા.16
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ઝાલોદનાં ચેરમેન તરીકે મહેશભાઈ ભુરીયા ની બિનહરીફ વરણી થતાં એપીએમસીના સભ્યો અને વેપારીઓ સહિતના સહકારી આગેવાનોએ તેમને શુભેચ્છાઓ આપી હતી.આ એ.પી.એમ.સી ચેરમેનની ચૂંટણીની પ્રક્રિયા ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ પંચમહાલ દ્વારા યોજવામાં આવી હતી જેમાં આજરોજ જીલ્લા ચુંટણી અધિકારી અને જીલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ પંચમહાલ દ્વારા ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં એપીએમસી સભાખંડમાં યોજાઈ હતી. જેમાં બિનહરીફ ચેરમેન તરીકે મહેશભાઈ ભુરીયાની બીનહરીફ તરીકે વરણી થઈ હતી. ધારાસભ્ય મહેશ ભુરીયા બીજીવાર ચેરમેન બનતા સહકારી આગેવાન અને વેપારીઓ નો આભાર માન્યો હતો.અને ચેરમેન શ્ મહેશભાઈ ભુરીયાને જીલ્લા ચૂંટણી અધિકારીએ શુભેચ્છાઓ સાથે અભિનંદન આપ્યા હતા. આજરોજ યોજાયેલી સભામાં 17 પૈકી ૧૬ સભ્યો હાજર હતા જ્યારે એક સભ્ય ગેરહાજર રહ્યો હતો.