Monday, 19/05/2025
Dark Mode

ટ્રાયબલ વિસ્તારમાં નકલી નોટોનો નેટવર્ક ચલાવી દેશના અર્થતંત્રને ખોખલા કરવાના પ્રકરણમાં  દાહોદમાં નકલી નોટોમાં પકડાયેલા ડિમ્પલ સહિત બંને આરોપીઓ છ દિવસના પોલીસ રીમાન્ડ પર.

April 17, 2025
        12271
ટ્રાયબલ વિસ્તારમાં નકલી નોટોનો નેટવર્ક ચલાવી દેશના અર્થતંત્રને ખોખલા કરવાના પ્રકરણમાં   દાહોદમાં નકલી નોટોમાં પકડાયેલા ડિમ્પલ સહિત બંને આરોપીઓ છ દિવસના પોલીસ રીમાન્ડ પર.

રાજેશ વસાવે :- દાહોદ 

ટ્રાયબલ વિસ્તારમાં નકલી નોટોનો નેટવર્ક ચલાવી દેશના અર્થતંત્રને ખોખલા કરવાના પ્રકરણમાં 

દાહોદમાં નકલી નોટોમાં પકડાયેલા ડિમ્પલ સહિત બંને આરોપીઓ છ દિવસના પોલીસ રીમાન્ડ પર.

દાહોદ તા.16

ફતેપુરા તાલુકાના લીમડીયા ગામે માંડલી ફળીયામાં તાજેતરમાં એક મકાનમાંથી 21 હજારની ભારતીય રિઝર્વ બેન્કની બનાવટની ખોટી ચલણી નોટો તથા તે બનાવટી નોટો બનાવવાના કાગળો મળી આવ્યા હતા.આ ઘટનાને પગલે પોલીસની તલસ્પર્શી તપાસમાં મુખ્ય સૂત્રધાર હુસેનને દાહોદ બતાવનાર સંજેલીના ડિમ્પલ પંચાલ તેમજ નકલી નોટો પ્રિન્ટ કરવા કાગળો ખરીદનાર આંબા ગામનો કુખ્યાત મુકેશ મુનિયની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ઉપરોક્ત બન્ને ને ગઈકાલે સાંજે કોર્ટમાં રજૂ કરી પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. તેના સંદર્ભમાં કોર્ટે બંને આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

 

રાજસ્થાન તેમજ ગુજરાતના સરહદી વિસ્તારમાંથી બનાવટી નોટોનો આંતરરાજ્ય રેકેટ સામે આવ્યો છે.જેમાં રાજસ્થાન પોલીસે 3.68 લાખની બનાવટી નોટો સાથે માસ્ટર માઈન્ડ સહિત બાર લોકોની ધરપકડ કરી છે. જ્યારે દાહોદ પોલીસે 21000 રૂપિયાની બનાવટી નોટો સાથે દંપતી સહિત સાત લોકોની ધરપકડ કરી હતી. સાત રાજ્યોમાં ફેલાયેલા આ બનાવટી નોટોના રેકેટમાં તેલંગાણાની નિઝામાબાદ જેલમાં બંધ હેદર પીરની તરીકે સંડવણી બહાર આવી છે. આ દરમિયાન રાજસ્થાન પોલીસે ટ્રાન્સફર વોરંટ ના આધારે હૈદર પીરની કસ્ટડી લઈ આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. દરમિયાન દાહોદ પોલીસે હૈદર પીર ને ગુજરાત દેખાડનાર તેમજ તાંત્રિક વિધિ મારફતે નોટોના વરસાદના બહાને લોકો પાસેથી રૂપિયાની છેતરપીંડી કરતી ટોળકીને નકલી નોટોનો ગોરખધંધામાં સામેલ કરનાર ડિમ્પલ ઉર્ફેક ક્રિષ્ના પંચાલની ધરપકડ કરી હતી તે સાથે નકલી નોટો તેમજ છેતરપિંડીના ગુના ઇતિહાસ ધરાવતા ઝાલોદના આંબા ગામના મુકેશ મુનિયાની ગઈકાલે ધરપકડ કરી હતી. દાહોદ પોલીસે બંનેને ગઈકાલે કોર્ટમાં હાજર કરી 14 દિવસના રિમાન્ડ માં ગયા હતા. જેના સંદર્ભમાં બંને આરોપીઓને આગામી 22 એપ્રિલ સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે હવે ઉપરોક્ત બંને આરોપીઓ પાસેથી દાહોદ પોલીસ આંતરરાજ્ય રોકેટની ખૂટતી કડી જોડવા માટે આગવી સ્ટાઇલમાં પૂછપરછ હાથ ધરશે. તેમજ નકલી નોટનો રેકેટ ક્યાં સુધી ફેલાયેલો છે. કોના ઇશારે અને કોણ કોણ સામેલ છે. તે અંગેની માહિતી એકત્રિત કરશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!