Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદમાં શોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ એક દુકાન સીલ કરતું નગરપાલિકા તંત્ર

દાહોદમાં શોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ એક દુકાન સીલ કરતું નગરપાલિકા તંત્ર

 નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.22

શહેરમાં આવેલ નેતાજી બજાર સ્થિત એક એન્ટરપ્રાઇઝના સંચાલક દ્વારા પોતાની દુકાનમાં સોશિયલ ડિસ્ટનસના અભાવે તેમજ જાહેરનામાના ભંગ બદલ દાહોદ નગરપાલિકા દ્વારા આ એન્ટરપ્રાઇઝ ને સીલ કરી દેવાતા વેપારી આલમમાં સ્તબ્ધતાનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.

ગઇકાલે દાહોદ જિલ્લામાં 39 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દાહોદ પાલિકા તંત્ર સફાળે જાગ્યું હતું અને દાહોદ શહેરમાં આવેલ દુકાનો હોટેલો વગેરે ને ત્યાં તપાસ હાથ ધરી હતી ત્યારે દાહોદ શહેરના નેતાજી બજાર ખાતે આવેલ પ્રાઈમ એન્ટરપ્રાઇઝ ના સંચાલક દ્વારા પોતાની દુકાનમાં સોશિયલ ડિસ્ટનસનું પાલન ન કરી તેમજ જાહેરનામાના ભંગ બદલ પાલિકા તંત્ર દ્વારા પોલીસની ઉપસ્થિતિમાં આ એન્ટરપ્રાઇઝ ને સીલ કરી દેવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વધવા માંડી છે ત્યારે જાહેર જનતા સહિત દુકાનદારો દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા સજાગતા રાખવામાં આવે તે અતિ આવશ્યક છે.

error: Content is protected !!