દેવગઢ બારીયા નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિખવાદ: વોર્ડ 4 માં નિમેશ જોષીનું મેન્ડેટ રદ,
મંત્રી બચુ ખાબડે વ્યક્તિગત વિરોધના કારણે બદલો લઈ નામની બાદબાકી કરાવી હોવાના આક્ષેપ..
દાહોદ તા.01
દાહોદ જિલ્લાની દેવગઢ બારીઆ નગરપાલિકાના ઉમેદવારોના નામ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગતરોજ જાહેર કરવામાં આવ્યાં હતા ત્યારે દેવગઢ બારીઆ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલા નિમેશકુમાર સોમેશ્વર જોષીની નામની ઘોષણા બાદ તાત્કાલિક ધોરણે તેઓના નામની બાદબાકી કરી અન્ય ઉમેદવારના નામની જાહેરાત કરતાં નિમેશકુમાર જોષી તેમજ તેમના કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ ફેલાયો છે.
નિમેષકુમાર જોષીએ પોતાના નામની બાદબાકીમાં રાજ્ય કક્ષાના મંત્રી અને દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુ ખાબડનો હાથ હોવાનો સરેઆમ આક્ષેપો કર્યાં છે. નિમેષ જોષીના જણાવ્યાં અનુસાર, બચુભાઈ ખાબડ સાથે પોતાના અંગત અણબનાવ અને પોતાની સાથે વ્યક્તિગત વિરોધના કારણે બદલો લઈ બચુ ખાબડ દ્વારા પોતાના નામની બાદબાકી કરી અન્ય તેમના માણસને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. પોતે 27 વર્ષથી ભાજપાની સરકારમાં અનેક હોદ્દાઓ ઉપર દેવગઢ બારીયામાં રહી ચુકેલા છે. બચુભાઈ ખાબડ દ્વારા જિલ્લા ભાજપ પર અને પ્રદેશ ભાજપ પર ખુબજ દબાણ કરી મારો વિરોધ નોંધાંવ્યો છે.
દેવગઢ બારીયામાં નાગરિક સહકારી બેન્ક, દેવગઢ બારીઆના ચેરમેન અને હાલ ભારતીય જનતા પાર્ટીમાં તત્કાલિન મડંળ પ્રમુખ એવા નિમેશકુમાર સોમેશ્વર જોષીના જણાવ્યાં અનુસાર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં છેલ્લા 27 વર્ષથી સક્રિય છું. અલગ અલગ પદ પર જવાબદારીઓ નિભાવી છે. મંડળના પ્રમુખ, જિલ્લા યુવા મોરચના પ્રમુખ, મંડળ યુવા મોરચાના પ્રમુખ તેમજ આ ઉપરાંત વિવિધ ચુંટણીલક્ષી જવાબદારીઓ પણ પોતે
બોડી બની હતી પણ પબ્લીકે બોડી નોતી બનાવી જેના માત્રને માત્ર જવાબદાર ગુજરાત સરકારના મંત્રી અને દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ હતા.
વધુમાં જણાવ્યું કે, આ વખતે પણ આવાજ એંધાણ જોવા મળી રહ્યાં છે. અત્યારે જે જાહેર કરવામાં આવેલ યાદીમાં ભાજપના કોઈ કાર્યકર્તા હોય એવા લગભગ એવા 80 ટકા લોકો કોઈ નથી., માત્રને માત્ર એમના ધંધાના કોઈ પાર્ટનરો હોય એમના વ્યક્તિગત સંબંધો હોય એવા લોકોને જ તેમને ટીકીટો આપી છે. દેવગઢ બારીઆમાં વર્ષોથી ભાજપના સંગઠનમાં કાર્ય કરતા કાર્યકર્તાઓમાં આ મામલે ખુબજ નારાજગી છે. ક્યાંકને ક્યાંક અલગ અલગ વોર્ડમાં એવા નારાજ લોકો અપક્ષ ઉમેદવારી કરે છે. કેટલાક લોકો અન્ય પક્ષમાં પણ જતા રહે છે. જેના કારણે ભાજપને નુકસાન થાય છે. પોતે આ મામલે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ અમલીયારને રજુઆત કરી હતી કે, આ રીતે મારૂ ઉમેદવારીમાં નામ જાહેર થયું છે ત્યારે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ અમલીયારના જણાવ્યું હતું કે, પ્રદેશમાંથી સુચના આવી છે અને સ્થાનીક ધારાસભ્યના વિરોધના કારણે આ નિર્ણય લેવાયો છે માટે પાર્ટીએ જે નિર્ણય લીધો છે તે પોતે શીરોમાન્ય રાખવો પડે, તેમ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ અમલીયાર દ્વારા જણાવ્યું હતું. માત્ર વ્યક્તિ અહમના ટકરાવને કારણે મંત્રી બચુ ખાબડ દ્વારા મારો મેન્ડેડ રદ્દ કરાવવામાં આવ્યો છે.
વધુમાં જણાવ્યું કે, આજે જ્યારે સંગઠન અને પાર્ટીએ મને મેન્ડેટ આપ્યો ત્યારે ફરી બચુભાઈ ખાબડે મારો વિરોધ કર્યો કે, મે તમને ભલામણ નોતી કરી તો પાર્ટીએ કેમ ટીકીટ આપી, બચુભાઈ ખાબડે જિલ્લા ભાજપ પર અને પ્રદેશ ભાજપ પર ખુબજ દબાણ કર્યુ હતું. પોતે હાલ ગુજરાત સરકારના મંત્રી અને દેવગઢ બારીયાના ધારાસભ્ય હોવાના નાતે બચુભાઈ ખાબડના દબાણને વશ થઈ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ અને જિલ્લા ભાજપે ફરી એક સુધારા જાહેરાત કરી અને મારૂ મેન્ડેટ બદલવામાં આવ્યું છે. જેનો આ વિસ્તારના લોકોમાં ખુબજ આક્રોશ છે. જેના કારણે આ વોર્ડની પેનલ ભાજપની ના પણ આવે, હું તો ભારતીય જનતા પાર્ટીનો મુળ સંગઠનનો કાર્યકર્તા છું, એટલે હું પાર્ટીના નિર્ણયને સીરોમાન્ય રાખી પાર્ટીની પેનલ નીકળે તેવો મારો પ્રયત્ન રહેશે.
વધુમાં જણાવ્યું કે, આ વખતે પણ આવાજ એંધાણ જોવા મળી રહ્યાં છે. અત્યારે જે જાહેર કરવામાં આવેલ યાદીમાં ભાજપના કોઈ કાર્યકર્તા હોય એવા લગભગ એવા 80 ટકા લોકો કોઈ નથી., માત્રને માત્ર એમના ધંધાના કોઈ પાર્ટનરો હોય એમના વ્યક્તિગત સંબંધો હોય એવા લોકોને જ તેમને ટીકીટો આપી છે. દેવગઢ બારીઆમાં વર્ષોથી ભાજપના સંગઠનમાં કાર્ય કરતા કાર્યકર્તાઓમાં આ મામલે ખુબજ નારાજગી છે. ક્યાંકને ક્યાંક અલગ અલગ વોર્ડમાં એવા નારાજ લોકો અપક્ષ ઉમેદવારી કરે છે. કેટલાક લોકો અન્ય પક્ષમાં પણ જતા રહે છે. જેના કારણે ભાજપને નુકસાન થાય છે. પોતે આ મામલે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ અમલીયારને રજુઆત કરી હતી કે, આ રીતે મારૂ ઉમેદવારીમાં નામ જાહેર થયું છે ત્યારે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ અમલીયારના જણાવ્યું હતું કે, પ્રદેશમાંથી સુચના આવી છે અને સ્થાનીક ધારાસભ્યના વિરોધના કારણે આ નિર્ણય લેવાયો છે માટે પાર્ટીએ જે નિર્ણય લીધો છે તે પોતે શીરોમાન્ય રાખવો પડે, તેમ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ અમલીયાર દ્વારા જણાવ્યું હતું. માત્ર વ્યક્તિ અહમના ટકરાવને કારણે મંત્રી બચુ ખાબડ દ્વારા મારો મેન્ડેડ રદ્દ કરાવવામાં આવ્યો છે.વધુમાં નિમેશકુમાર જાશીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય તેવું તો હું ક્યારેય કામ નહીં કરૂં પરંતુ હા એક વાત ચોક્કસ છે પાર્ટીમાં યોગ્ય સ્થાને, યોગ્ય સમયે પાર્ટીમાં તે રજુઆત પહોંચાડી અને મને અને મારા જેવા બીજા હજારો કાર્યકર્તાઓને જેઓને દેવગઢ બારીઆની વિધાનસભા અને દેવગઢ બારીઆ તાલુકામાં નુકસાન થઈ રહ્યું છે તેની માટે હું તન,મન અને ધનથી લડીશ.