જીગ્નેશ બારીયા @ દાહોદ
દાહોદ તા.૧૮
દાહોદમાં વધતા જતાં કોરોના સંક્રમણના પ્રકોપને કારણે દાહોદ નગરના વેપારી મંડળ, તમામ સમાજ તથા સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા આવેલી અને કરાયેલી વિનંતીઓને ધ્યાને રાખી તારીખ ૨૦ જુલાઈ થી તારીખ ૦૧ ઓગષ્ટ સુધી દાહોદ શહેરમાં સ્વૈચ્છીક લોકડાઉન સાથે જનતા કરફ્યું રાખવાની અપીલ કરવામાં આવી છે. માત્ર દુધ તથા શાકભાજી સવારે ૧૧.૦૦ કલાક સુધી તેમજ મેડીકલ સવારના ૦૯.૦૦ થી બપોરના ૦૩.૦૦ કલાક સુધી ચાલુ રાખવા દાહોદ નગરપાલિકા દ્વારા જણવાયું છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી શરૂ થયેલી કોરોના રૂપી મહામારી તેનો વિકરાળ પંજાે વધુ ને વધુ વિસ્તારોમાં ફેલાવી રહી છે. સમગ્ર વિશ્વ આ મહામારી સામે ઝઝુમી રહ્યું છે પરંતુ આ કોરોના વાયરસ અટકવાનું નામ નથી લેતુ અને હવે તો આ વાયરસે નાનકડા દાહોદ જિલ્લામાં પણ પગપેસારો કરતાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો પણ કોરોના સંક્રમણથી બાકાત રહ્યું નથી અને એમાંય સરકાર દ્વારા અનલોક – ૨ની જાહેરાત પછી આ મહામારીએ અકલ્પ રીતે દાદહોદ શહેર સહિત જિલ્લામાં ભરડામાં લીધો છે. દિનપ્રતિદિન કોરોના સંક્રમણના કેસો શહેર સહિત જિલ્લામાં વધવા માંડ્યા છે. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને અને આ પરિસ્થિતિમાં સૌ વેપારી સંકુલો, આર્થિક સંસ્થાનો, ઉદ્યોગ કેન્દ્રો, ધાર્મિક સંગઠનો, વેપારી મહાજન, વિવિધ વેપારી સંગઠનના નેતાઓને દાહોદ નગરપાલિકા દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે, આ સંક્રમણને વધતું અટકાવવા સૌએ સાથે મળીને સઘન પ્રયાસો કરવા હિતાવહ છે અને આ સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી દાહોદ નગરના તમામ સમાજ, વેપારી સંગઠનો તથા સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા દાહોદ નગરપાલિકામાં આવેલ અને કરાયેલી રજુઆતો તેમજ વિનંતીને ધ્યાને રાખી પાલિકા દ્વારા તારીખ ૨૦મી જુલાઈ થી તારીખ ૦૧ ઓગષ્ટ સુધી સ્વૈચ્છીક લોકડાઉન સાથે જનતા કરફ્યું રાખવાના નિર્ણય સાથે જાહેર જનતાને આ કરફ્યુનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી છે. દુધ તથા શાકભાજી સવારે ૧૧.૦૦ કલાક સુધી તથા મેડીકલ સવારના ૦૯.૦૦ થી બપોરના ૦૩.૦૦ કલાક સુધી ચાલુ રાખવા અપીલ કરવામાં આવી છે.