Thursday, 11/08/2022
Dark Mode

દે.બારીયાના ઉચવાણમાં રેત ખનનનો મોટા પ્રમાણમાં થતો વેપલો:ગ્રામ પંચાયત દ્વારા લગાવાયેલી એંગલો પણ ગાયબ:તંત્રના આંખ આડા કાનથી આશ્ચર્ય

દે.બારીયાના ઉચવાણમાં રેત ખનનનો મોટા પ્રમાણમાં થતો વેપલો:ગ્રામ પંચાયત દ્વારા લગાવાયેલી એંગલો પણ ગાયબ:તંત્રના આંખ આડા કાનથી આશ્ચર્ય

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢબારિયા તાલુકાના ઉચવાણ ગામે તંત્ર દ્વારા મારવામાં આવેલ એંગલ ગાયબ,તંત્રને ઘોળી પી જતા રેતી માફિયાઓ, ભારે વાહનો અવરજવર ઉપર રોક લગાવવામાં એંગલ મારવામાં આવી હતી,સ્થાનિક તંત્રને જાણ હોવા છતાં અજાણ કેમ ? એંગલનો ખર્ચો ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યો.

દે.બારિયા :-

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ઉચવાણ ગામે તંત્ર દ્વારા રેતીની ગાડીઓ ઉપર રોક લગાવવા માટે રસ્તા ઉપર આડી એંગલ મારવામાં આવી હતી. જે થોડા જ દિવસોમાં ગાયબ થઈ જતા રેત માફિયાઓને ઘી કેળા થઇ જવા પામ્યા છે.આખરે આ એંગલ ક્યાં ગઈ ? તે તપાસવા ગ્રામ પંચાયત કે સ્થાનિક તંત્રને કોઇ રસના હોઈ તેમ ગેરકાયદેસર રેતી ખનન અટકે તેવી માંગ.ઉઠવા પામી છે.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ઉચવાણ ગામે પાનમ નદીના પટ્ટમાંથી મોટા પાયે ગેરકાયદેસર ખનન થઇ રહ્યું હોવાની બૂમ છેલ્લા કેટલાક વર્ષોથી પડી રહી છે. ત્યાંના બે રેત માફિયાઓ સામે ગાંધીનગરની સ્ક્વોડ દ્વારા અગાઉ લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમ છતાં આ રેત માફિયાઓ દ્વારા રેતી ઉલેચવાનું ચાલુ રાખતા અહીંના રસ્તા ગાડા ચીલા બનવા પામ્યા છે.ત્યારે આના કારણે ગ્રામજનો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવતા આખરે સ્થાનિક મામલતદાર દ્વારા આ ઉચવાણ ગામના રસ્તાઓ ઉપર એંગલ મારી ભારે વાહનો ઉપર પ્રતિબંધ લગાવતાં થોડા દિવસ રેતી માફિયાઓએ દ્વારા રેતીની ગાડીઓ ખેતરમાંથી કાઢવાની ફરજ પડી હતી. ત્યારે વરસાદ પડતા ખેતરોમાં રેતીની ગાડીઓ ના નીકળતા આખરે રેત માફીયાઓ દ્વારા આખી એંગલ કાઢીને ગાયબ કરી દીધી અને રેતીની ગાડીઓ આ રસ્તા ઉપર પસાર થવા લાગી છે. ત્યારે આ ગ્રામ પંચાયતના ખર્ચો પાડી એંગલ નાખવામાં આવી હતી. તે એંગલ ક્યાં ગઈ તેની પણ તસ્દી લેવા તંત્ર તૈયાર નથી. ત્યારે આ રેત માફીયાઓ ઉપર કોઈ મોટા રાજકીય નેતાના હાથ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સરકારી ખર્ચા મૂકવામાં આવેલ એંગલ ક્યાં ગઈ ? તેમજ આ ગેરકાયદેસર રેતી ઉલેચવાનું તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું ?

error: Content is protected !!