ફતેપુરા તાલુકો કુમારશાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ.

Editor Dahod Live
1 Min Read

ફતેપુરા તાલુકો કુમારશાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ.

રિપોર્ટર:બાબુ સોલંકી, સુખસર

સુખસર,તા.26 

    ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ તાલુકા કુમારશાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી 

 

આ પ્રસંગે ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પ્રવીણભાઈ પંચાલ પૂર્વ સરપંચ શ્રી ડોક્ટર અશ્વિનભાઈ પારગી ભાજપ નેતા પંકજભાઈ પંચાલ  રોગી કલ્યાણ સમિતિ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરાના સભ્ય શબ્બીરભાઈ સુનેલવાલા શાળાના આચાર્ય,શિક્ષકો,શિક્ષિકાઓ બહેનો પત્રકાર,ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ તેમજ શાળામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી અને પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળામાં પ્રવેશ મેળવતા બાળકોને દફતર,કંપાસ અને શાળામાં વિવિધ પ્રવૃતિમા અગ્રેસર રહેતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મહાનુભવોના હસ્તે ગિફ્ટ તેમજ પંકજભાઈ પંચાલના હસ્તે રોકડ ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ ઉદબોદન કર્યું હતું.શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા દાતાઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ સંચાલન શાળાના શિક્ષક શૈલેષભાઈ પ્રજાપતિએ,આભાર વિધિ શિક્ષક કમલેશભાઈ પ્રજાપતિએ કરી હતી.

Share This Article