Saturday, 12/07/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં સતત પાંચમા દિવસે કોરોના વિસ્ફોટ:કોરોના પોઝીટીવના સાગમટે 13 કેસોથી હાહાકાર મચ્યો:કોરોના પોઝીટીવના આંકડાએ સદી વટાવી:કુલ 53 એક્ટિવ કેસો હોસ્પિટલમાં….

દાહોદ જિલ્લામાં સતત પાંચમા દિવસે કોરોના વિસ્ફોટ:કોરોના પોઝીટીવના સાગમટે 13 કેસોથી હાહાકાર મચ્યો:કોરોના પોઝીટીવના આંકડાએ સદી વટાવી:કુલ 53 એક્ટિવ કેસો હોસ્પિટલમાં….

  જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.09

દાહોદ જિલ્લામાં સતત પાંચમા દિવસે કોરોના વિસ્ફોટ થતાં શહેર સહીત જિલ્લામાં ખળભળાટની સાથે એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.દાહોદ જિલ્લામાં આજરોજ સાગમટે કોરોના પોઝીટીવના 13 કેસો નોંધાવા પામતા આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર સહીત નગરજનોમાં ચિંતાનો માહોલની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.જ્યારે આરોગ્ય વિભાગમાં રીતસરના દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.વધુ જાણવા મળ્યા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા 165 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેમનો રિપોર્ટ આજરોજ આવતા 165 લોકોના સેમ્પલો પૈકી 152 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા.જ્યારે સતત પાંચમા દિવસે સાગમટે 13 જેટલાં કોરોના પોઝીટીવના દર્દીઓ નોંધાવા પામતા છેલ્લા પાંચ દિવસમાં કોરોના પોઝીટીવના 53 દર્દીઓનો ઉમેરો થતાં હાલ 58 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

દાહોદ જિલ્લામાં કોરોના મહામારીએ શહેર સહીત જિલ્લામાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનની સાથે વરવું રૂપ ધારણ કરતા દાહોદ જિલ્લાની પરિસ્થિતિ દિન પ્રતિદિન વણસતી જઈ રહી છે.તેમાંય દાહોદ શહેરમાં તો ડબગરવાડ તેમજ લઘુમતી વિસ્તાર એવા ઘાંચીવાડમાં પરિસ્થિતિ વધુ વણસતી જોવા મળી રહી છે.દાહોદ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં 53 જેટલાં કોરોના પોઝીટીવ કેસો નોંધાવા પામ્યા છે.ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા 165 જેટલાં લોકોના સેમ્પલો કલેક્ટ કરી તપાસઅર્થે મોકલવામાં આવ્યા હતા.જે પૈકી 152 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે
(1) 34 વર્ષીય હર્ષ નગીનભાઈ પરમાર, રહે.ડબગરવાડ, (2) 30 વર્ષીય મીત ચેતન ભાઈ પરમાર,રહે.નાના ડબગરવાડ (3) 30 વર્ષીય જયશ્રીબેન અજયભાઈ પરમાર, નાના ડગરવાડ, (4)32 વર્ષીય અજયભાઇ નગીનભાઇ પરમાર,(5) 28 વર્ષીય તબસુમ યુસુફભાઇ કાજી રહે. મુલ્લાવાડ (6) 55 વર્ષીય પુષ્પાબેન દિલીપભાઈ માખીજાની (7)30 વર્ષીય ભારતીબેન મહેન્દ્રભાઈ માખીજાની (8)3 વર્ષીય રૂદ્ર મહેન્દ્ર માખીજાની તમામ રહે સ્ટેશન રોડ (9)46 વર્ષીય સલિમભાઈ સત્તારભાઈ અનુસવાલા રહે.મોટા ઘાંચીવાડ (10) 45 વર્ષીય સમીનાબેન સરફરાઝ ખાન પઠાણ રહે. દાહોદ (11)43 વર્ષીય ભરતભાઈ રૂશપલાલ ચોપડા,દાહોદ (12)46 વર્ષીય મનોજ લીલારામ હરવાણી રહે. ગોદીરોડ (13) 30 વર્ષીય ઉમેશકુમાર પી ભોઈ રહે. ભોઈવાડ સહીત
13 કેસો સાથે દાહોદ શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો છે.જ્યારે છેલ્લા કેટલાય દિવસમાં મોટાભાગના કોરોના પોઝીટીવ કેસો શહેરના ડબગરવાડ તેમજ ઘાંચીવાડમાંથી સામે આવતા શહેરના આ બન્ને વિસ્તારો કોરોનાનો હોટસ્પોટ બની રહશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 111 કેસો નોંધાવવા પામ્યા છે.જે પૈકી 48 લોકો કોરોનામુક્ત થઇ જતા હાલ 53 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જ્યારે કુલ ત્રણ લોકોના કોરોનાથી મોત થયા હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે.આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના ની કામગીરીમાં જોતરાઈ ગઈ છે.જોકે હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના રહેઠાણ સહીત આસપાસના વિસ્તારોમાં સૅનેટાઇઝ સહીત દવાના છટકાવની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!