*પી.એમ.કિસાન યોજનાના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડુતોના ફાર્મ૨ આઈ.ડી. બનાવવા નોંધણી કરવા બાબત*
*ફાર્મર આઈ.ડી નોંધણી વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં અથવા પોતે પણ કરી શકાશે*
સુખસર,તા.21
દાહોદ જિલ્લાના ખેડુતોને જણાાવવાનું કે,એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફોર્મર રજીસ્ટ્રી હેઠળ રાજયમાં ખેડુતોને આધાર કાર્ડની જેમ ફાર્મર આઈ.ડી. મળશે.
ભારત સરકારે પી.એમ. કિસાનના આગામી ડિસેમ્બર-૨૦૨૪ ના હપ્તા માટે ખેડુત આઈ.ડી.ની નોંધણી ફરીયાત કરેલ છે. જેથી ૨૫ નવેમ્બર-૨૦૨૪ પહેલા પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા લાભાર્થીઓએ નોંધણી કરાવવાની રહેશે. આ નોંધણી વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લીકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં થશે તેમજ જાતે પણ કરી શકાશે.
વધુમાં ખોટી નોંધણી રદ થશે તેમજ નોંધણી કર્યા બાદ જમીન માલીકીની માહિતી મળશે, તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો સરળ બનશે. રાજય સહિત દાહોદ જિલ્લાના તમામ ખેડુતોએ ખેડુત આઈ.ડી.ની નોંધણી કરવી ફરજીયાત હોઈ, આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને ૭-૧૨, ૮-અ ની નકલ સાથે સંબંધીત ગ્રામ પંચાયત ખાતેના VCE નો સંપર્ક કરી ૨જીસ્ટ્રેશનની કાર્યવાહી કરવા જિલ્લાના ખેડુતોને અનુરોધ કરવામાં આવે છે.
ફાર્મર રજીસ્ટ્રી હેઠળ નોંધણીની વધુ માહિતી માટે તાલુકામાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામસેવકશ્રી નો સંપર્ક કરવાનો રહેશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દાહોદ દ્વારા જણાવાયું છે.