દીપેશ દોશી/રાજેન્દ્ શર્મા @ દાહોદ
દાહોદ તા.08
દાહોદ સબજેલમાં હત્યાંના ગુનામાં સજા કાપી રહેલા કાચા કામના કેદીનું મોત નિપજતાં પંથકમાં ખળભળાટ મચી જવા જવા પામ્યું છે.ઉપરોક્ત ઘટનાની જાણ પોલીસતંત્ર સહીત વહીવટીતંત્રમાં થતાં ઘટનાસ્થળે અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો.
જ્યારે વધુ મળતી માહિતી અનુસાર મરણજનાર કેદી દાહોદ તાલુકાના કતવારા નજીક જૂનાપાણી ગામનો રહેવાસી મુળીયાભાઈ ગલાભાઈ ડામોર તાજેતરમાં જૂનાપાણી ગામમાં હત્યાંના
ગુનામાં સજા કાપી રહ્યો હતો ત્યારે મધરાત્રે તેને ખેંચ આવતા જેલગાર્ડ સહીત જેલરને વાતની જાણ થતાં તાબડતોડ 108 મારફતે ઝાયડસ હોસ્પિટલ ખાતે લવાતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યું હતું.ત્યારે દાહોદ સબજેલ ખાતે પોલીસ તંત્ર તેમજ ડોક્ટરોની ટીમ પહોંચી જવા પામી છે.અને પીએમ રિપોર્ટ બાદ જ કેદીના મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. જ્યારે હાલ પોલિસે બનાવ સબંધે મૃતકના પરિજનોને જાણ કરી અકસ્માત સબંધે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.