Friday, 29/03/2024
Dark Mode

 દાહોદના ગુરુદ્વારામાં ખેલાયો ખૂની ખેલ: પ્રેમી યુવકે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા બાદ આત્મહત્યાંનો પ્રયાસ:પોલિસ તપાસમાં જોતરાઈ

 દાહોદના ગુરુદ્વારામાં ખેલાયો ખૂની ખેલ: પ્રેમી યુવકે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા બાદ આત્મહત્યાંનો પ્રયાસ:પોલિસ તપાસમાં જોતરાઈ

  જીગ્નેશ બારીયા/નીલ ડોડીયાર @ દાહોદ 

 દાહોદના ગુરુદ્વારામાં ખેલાયો ખૂની ખેલ: પ્રેમી યુવકે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા બાદ આત્મહત્યાંનો પ્રયાસ,યુવતીના બે ત્રણ દિવસ બાદ લગ્ન લેવાયા હતા: તે પૂર્વે બન્ને તે પૂર્વે બન્ને ગુરુદ્વારામાં મળવા ભેગા થયા: ઘટનાને અંજામ આપતા પૂર્વે યુવાને શોશ્યલ મીડિયા પર સ્ટેટ્સ મૂક્યું: જીવનની શરૂઆત અને અંત 

દાહોદ તા.૦૮

દાહોદ શહેરમાં અનેક કુશંકાઓ ઉપજાવતો ચકચારી બનાવ સામે આવ્યો છે.દાહોદ શહેરના ઠક્કર ફળીયા સ્થિત  ગુરૂદ્વારાની બાથરૂમમાં લોહીથી લથપથ યુવતીની લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.યુવતીની લાશ પાસે તીક્ષણ હથિયારથી ગંભીર રીતે ઘવાયેલો યુવક પણ મળી આવ્યોછે.વધુ મળતી માહિતી પ્રમાણે યુવક યુવતી એક બીજા વચ્ચે પ્રેમ સબંધમાં હતા.અને પ્રેમીએ પ્રેમિકાને ગુરુદ્વારામાં બોલાવી તીક્ષણ હથિયારના ઘા મારી મોતના ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ શરીરે જીવલેણ ઘા મારી આત્મહત્યા કરવાની કોશિશ કરવાનું જાણવા મળેલ છે.જોકે સમગ્ર બાબતે અનેક શંકા કુશંકાઓએ જન્મ લીધો છે.ત્યારે ખરેખર પ્રેંમીએ પ્રેમિકાની હત્યાં કરી છે.? કે પછી કોઈકે આ બંનેને મારી નાખવાનો કારસો ઘડ્યો છે.તે હાલ તપાસનો વિષય બની જવા પામેલ છે. જ્યારે હાલ જીવન મરણની વચ્ચે ઝોલાં ખાઈ રહેલો પ્રેમી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.જ્યારે દાહોદ ટાઉન પોલિસ હાલ સમગ્ર મામલે તપાસમાં જોતરાઈ ગઈ છે.જ્યારે યુવકે ઘટનાના કેટલીક મિનિટો પહેલા બન્ને પ્રેમી પંખીડાએ હસતા ચેહરે જીવનની શરૂઆત અને જીવનનો અંત લખેલા છેલ્લા સ્ટેટ્‌સ સાથેનો ફોટો શોશ્યલ મીડિયામાં મુક્યા બાદ સમગ્ર ઘટનાને અંજામ આપ્યાની માહિતી સપાટી પર આવવા પામી છે. યુવતીના મૃતદેહને પીએમ માટે દાહોદની સીવિલ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવી છે.

જાણવા મળ્યા અનુસાર, પંકજ લાલભાઈ વણઝારા (ઉ.વ.૨૧, રહે.વણઝારવાડ, તા.ઝાલોદ લીમડી) અને સીરીન શેખ (ઉ.વ.આશરે પુખ્ત વય, રહે.કસ્બા, દાહોદ,જી.દાહોદ) આ બંન્ને યુગલની આજે દાહોદ શહેરના ઠક્કર ફળિયા ખાતે લોહીથી લથબથ હાલતમાં અને તીક્ષ્ણ હથિયાર વડે શરીરે પર ગંભીર ઈજા નજરે પડી હતી. આ બાબતની વાયુવેગ સમાચાર શહેરમાં સહિત વિસ્તારમાં પ્રસરતા સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. જાતજાતામાં પોલીસ કાફલો અને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા પર સ્થળ પર આવી પહોંચી હતી. મળતી માહિતી મુજબ યુવતીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ જ્યારે યુવકને ગંભીર ઈજાઓ થયા બાદ પણ તેના શ્વાસ ચાલતા હતા. આ જોઈ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવામાં આ યુવક અને યુવતીને બંન્ને લઈ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી. યુવકને સારવાર હેઠળ ખસેડાયો હતો.જ્યારે મૃતક યુવતીને પીએમ માટે ખસેડી દેવામાં આવી હતી. લોહીથી લથબથ ઘટના સ્થળનો નજારો જાતા પ્રતિત તો થઈ ગયું હતુ કે, આ યુવક – યુવતીની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વધુમાં જાણવા મળ્યા અનુસાર, યુવતીના બે – ત્રણ દિવસ બાદ લગ્ન પણ થવાના હતા અને આજે આ યુવક તેને મળવા આવ્યો હતો. યુવતી જોડે બીજી છોકરી પણ આવી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે ત્યારે ઘટના સ્થળ પરથી પોલીસે યુવકની મોટરસાઈકલ પણ કબજે લીધી હતી અને બંન્નેના બેગ પણ જપ્ત કર્યા છે. આજના આ બનાવના પગલે દાહોદ શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, છોકરો વણઝારા કોમમાંથી હોઈ અને પંજાબી ધર્મમાં માનતો હોઈ અવાર નવાર દાહોદના ગુરૂદ્વારામાં સેવા માટે આવતો હોવાનું પણ જાણવા મળેલ છે.
વધુમાં જાણવા મળ્યા અનુસાર, સમગ્ર ઘટનાના થોડા મીનીટો પહેલા જ યુવકે પોતાના સોશીયલ મીડીયા એટલે કે, ફેસબુકના એકાઉન્ટમાં છોકરી જોડે ખેંચેલી તસ્વીર શેર કરી હતી અને સ્ટેટસમાં “Life  start and Life close”સ્ટેટસ પણ મુક્યું હતુ.

સમગ્ર ઘટના નજીકના ગુરૂદ્વારામાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે ત્યારે પોલીસ દ્વારા આ સીસીટીવીના કેમેરાના ફુટેજાની ચકાસણી કરવામાં આવે તો અનેક સઘળી હકીકત બહાર આવવા પામે તેમ છે.
સમગ્ર મામલે દાહોદ શહેર પોલીસ મથકે યુવક અને યુવતીના પરિવારજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે પણ આ ઘટનાની તલસ્પર્શી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

error: Content is protected !!