બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના બલૈયા કૃષિ પ્રાથમિક શાળામાં શાળાના બાળકો પાસે સાફ સફાઈ કરાવતા શાળાના જવાબદારો*
*શાળા સમય દરમ્યાન શાળાના બાળકોને શાળાના કમ્પાઉન્ડની સાફ-સફાઈ કરાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે*
*બલૈયા કૃષિ શાળામાં બાળકોના હાથમાં પુસ્તકના બદલે સાવરણા ડોલ જોવા મળતો વિડીયો વાયરલ થયો*
સુખસર,તા.20
રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.તેમ છતાં ગ્રામ્ય વિસ્તારોની કેટલીક પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધરવાના બદલે શિક્ષણ કથળતું જતું હોવાના અનેક દાખલા જોવા મળે છે.કેટલીક શાળાઓમાં સરકારમાં આયોજન મુજબ કામગીરી નહીં થતી હોવાની અવારનવાર ફરિયાદો ઉઠે છે.તેવી જ રીતે ફતેપુરા તાલુકાના બલૈયા પ્રાથમિક શાળામાં શાળા સમય દરમિયાન શાળાના જવાબદારો શાળાના બાળકો પાસે સાફ-સફાઈ કરાવતા પત્રકારના કેમેરામાં કેદ થઈ જવા પામેલ હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા કૃષિ પ્રાથમિક શાળા શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસે શાળા સમય દરમિયાન શાળા કમ્પાઉન્ડની સાફ સફાઈ કરાવી હોવાનો વિડીયો વાયરલ થયો છે.જેમાં ફતેપુરા તાલુકાના શિક્ષકોએ બાળકો પાસે શાળાનું મેદાન સાફ કરાવી રહ્યા. બલૈયા કૃષિ શાળામાં બાળકોને સફાઈ કામદાર બનાવી દેવાયા હોય તેવું જ
જોવા મળી રહ્યું છે.જેના કારણે હોબાળો મચી ગયો હતો.બલૈયા ગામમાં રોડની બાજુમાં આવેલી કૃષિ શાળાના બાળકો પાસે સફાઈ કરાવાઈ રહી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.વીડિયોમાં બાળકો સાફ-સફાઈ કરતા નજરે પડી રહ્યા છે. આથી શાળાના શિક્ષકો સામે જવાબદાર તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
જોકે આ વિડીયો બલૈયા કૃષિ શાળાનો હોવાનું જાણવા મળે છે.જેમાં શિક્ષકો જોહુકમી ચલાવી બાળકો પાસે શાળાનું મેદાન સાફ કરાવી રહ્યા છે.સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બાળકોને જરૂર મુજબનું માર્ગદર્શન પૂરું પાડવા જણાવાયું છે.તેમ છતાં બાળકોને શૈક્ષણિક કાર્ય દરમિયાન શૈક્ષણિક પ્રક્રિયા ઉપરાંત શિક્ષકો દ્વારા જુનો પડી રહેલો કચરો પણ સાફ કરાવતો હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે, કચરાની સાથે ધૂળ ઉડતી દેખાઈ રહી છે.ધૂળ અને અન્ય કચરો બાળકોના નાકમાં કે મોમાં જવાથી બાળકોનું આરોગ્ય પણ જોખમાય શકે છે.જ્યારે કચરો ડોલમાં ભરી બાળકો પાસે ડોલમાં ભરી બાળવામાં આવી રહ્યો છે.ત્યારે કચરો સળગાવતી વખતે બાળકો બળી જાય કે અન્ય કોઈ દુર્ઘટના બને તો તેનું જવાબદાર કોણ? તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.