Sunday, 22/12/2024
Dark Mode

દાહોદ રેલવે સ્ટેશને મુસાફરોનો હોબાળો,જી.આર.પી,આર.પી.એફ એ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો.  વડોદરા મંડળમાં ભારે વરસાદના પગલે દાહોદ થી પસાર થતી 29 ટ્રેનો રદ્દ થતા મુસાફરો અટવાયા..

August 28, 2024
        11182
દાહોદ રેલવે સ્ટેશને મુસાફરોનો હોબાળો,જી.આર.પી,આર.પી.એફ એ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો.   વડોદરા મંડળમાં ભારે વરસાદના પગલે દાહોદ થી પસાર થતી 29 ટ્રેનો રદ્દ થતા મુસાફરો અટવાયા..

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ રેલવે સ્ટેશને મુસાફરોનો હોબાળો,જી.આર.પી,આર.પી.એફ એ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો.

વડોદરા મંડળમાં ભારે વરસાદના પગલે દાહોદ થી પસાર થતી 29 ટ્રેનો રદ્દ થતા મુસાફરો અટવાયા..

 મુસાફરોની સહાયતા માટે રેલવે તંત્રએ દાહોદ રેલવે સ્ટેશન હેલ્પ ડેસ્ક ઊભું કર્યું..

 અનાસ-ચંચેલાવ સેકશનમાં લેન્ડ સ્લાઈડીંગ તેમજ ફેક્ચર થતા યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ.

દાહોદ તા. 28

દાહોદ રેલવે સ્ટેશને મુસાફરોનો હોબાળો,જી.આર.પી,આર.પી.એફ એ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો.  વડોદરા મંડળમાં ભારે વરસાદના પગલે દાહોદ થી પસાર થતી 29 ટ્રેનો રદ્દ થતા મુસાફરો અટવાયા..

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના પગલે વડોદરા મંડળના 561 નંબરના આઇટીએ બ્રિજ પાસે પાણી ભરાતા સંખ્યાબંધ ટ્રેનોને અસર થઇ હતી.તેમાં રેલવે વિભાગ દ્વારા 29થી વધુ ટ્રેનો રદ કરવાની ઘોષણા કરવામાં આવી હતી.આ સાથે કેટલીક ટ્રેનોનો રસ્તો બદલવા સાથે બે ટ્રેનો શોર્ટ અર્જિનેટ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલીક ટ્રેનોને રિશિડ્યુલ પણ કરવામાં આવી હતી. દિલ્હી-મુંબઇ મુખ્ય માર્ગ ઉપર આવેલા દાહોદને પણ તેની વિપરીત અસર પડી હતી. અહીંથી પસાર થતી ટ્રેનો રદ થતાં મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી. બુધવારના રોજ સવારના 11 વાગ્યે દાહોદ સ્ટેશને આવેલી જયપુર બાંદ્રા ટ્રેન આગળ ન વધારી અહીં જ થોભાવી દેવામાં આવી હતી. ટ્રેન બે કલાક થયા છતાં આગળ નહીં ‌વધતાં કંટાળેલા મુસાફરો સ્ટેશન માસ્તર પાસે ધસી ગયા હતાં. ત્યાં મુસાફરોએ ટ્રેન રોકવા મામલે હોબાળો કરી મુક્યો હતો.

દાહોદ રેલવે સ્ટેશને મુસાફરોનો હોબાળો,જી.આર.પી,આર.પી.એફ એ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો.  વડોદરા મંડળમાં ભારે વરસાદના પગલે દાહોદ થી પસાર થતી 29 ટ્રેનો રદ્દ થતા મુસાફરો અટવાયા..

ઘટના પગલે જીઆરપી અને આરપીએફના જવાનો પણ દોડી ગયા હતાં. વડોદરામાં પાણી ભરાઇ જવાને કારણે અને આગળ પણ ટ્રેનો રોકાયેલી હોવાનું કારણ બતાવતાં મુસાફરોને રોષ ઓછો થયો હતો. ત્યાર બાદ સિગ્નલ મળતાં ટ્રેનને ધીમી ગતિએ આગળ વધારવામાં આવી હતી. આ સાથે 14708 દાદર-લાલગઢ ટ્રેનને માર્ગ પરિવર્તન કરીને દોડાવવામાં આવી હતી. જોકે, આ ટ્રેનને બુધવારના રોજ દાદર-દાહોદ વચ્ચે શોર્ટઅર્જિનેટ કરવામાં આવી હતી. આ ટ્રેનને દાહોદથી લાલગઢ રવાના કરવામાં આવી હતી. આ ટ્રેન વાયા રતલામ-ચંદેરિયા, અજમેરના માર્ગે આગળ લાલગઢ સુધી જશે તેવી માહિતિ રેલવે વિભાગ દ્વારા આપવામાં આવી હતી.

*મંગલ મહુડી નજીક માટી ધસી જતા પાટા બેન્ડ થયાં,અનાસ નાહરગઢ વચ્ચે ટ્રેક ફ્રેક્ચર થતા કામગીરી હાથ ધરાઈ.*

દાહોદ રેલવે સ્ટેશને મુસાફરોનો હોબાળો,જી.આર.પી,આર.પી.એફ એ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો.  વડોદરા મંડળમાં ભારે વરસાદના પગલે દાહોદ થી પસાર થતી 29 ટ્રેનો રદ્દ થતા મુસાફરો અટવાયા..

 ભારે વરસાદના પગલે મંગલ મહુડી નજીક લેન્ડ સ્લાઈડીંગ થતા ડાઉન ટ્રેક ટ્રેક વાંકા થઈ જતા રેલવે તંત્ર દ્વારા વરસતા વરસાદમાં ટ્રેક મેન્ટેનન્સનું કામ શરૂ કર્યું હતું. એટલું જ નહીં ટ્રેનોને કોઈ અસર ન થાય તે માટે ડાઉન ટ્રેક પર આવતી તમામ ટ્રેનોને અપ ટ્રેક ઉપરથી પસાર કરવામાં આવી હતી. સવારના સમયે ટ્રેક રીપેર થયા બાદ 10 ની ઝડપે ડાઉન ટ્રેક પરથી ધીમીધારે ટ્રેનોનો સંચાલન શરૂ કર્યું હતું. એના પગલે કેટલીક મહત્વપૂર્ણ સુપરફાસ્ટ ટ્રેનો બે થી સાત કલાક સુધી મોડી ચાલી હતી. જ્યારે અનાસ નાહરગઢની વચ્ચે અપલાઈન પર ટ્રેક ફેક્ચર (તૂટી ) જતા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી.

*રતલામ મંડળના ડીઆરએમ દાહોદ દોડી આવ્યા.*

દાહોદ રેલવે સ્ટેશને મુસાફરોનો હોબાળો,જી.આર.પી,આર.પી.એફ એ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો.  વડોદરા મંડળમાં ભારે વરસાદના પગલે દાહોદ થી પસાર થતી 29 ટ્રેનો રદ્દ થતા મુસાફરો અટવાયા..

 રતલામ મંડળના અનાસથી ચંચેલાવ વચ્ચે બે દિવસ દરમિયાન ભારે વરસાદ પડતા રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા તેમજ લેન્ડ સ્લાઈડીંગ તેમજ ટ્રેક ફ્રેક્ચરની ઘટના બનતા રતલામ મંડળના ડી.આર.એમ રજનીશકુમાર દાહોદ ખાતે દોડી આવ્યા હતા. અને તમામ કામગીરી ઉપર સીધા નિરીક્ષણ કરી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!