Thursday, 21/11/2024
Dark Mode

દાહોદમાં તમાકુના વેપારીઓ તેમજ પાનના ગલ્લા પર આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકીંગ:બેફામ દંડ વસૂલ કરવામાં આવતા વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે હંગામો:તમાકુનો જથ્થો પરત નહીં કરાતાં વેપારીઓમાં રોષ ફેલાયો

દાહોદમાં તમાકુના વેપારીઓ તેમજ પાનના ગલ્લા પર આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકીંગ:બેફામ દંડ વસૂલ કરવામાં આવતા વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે હંગામો:તમાકુનો જથ્થો પરત નહીં કરાતાં વેપારીઓમાં રોષ ફેલાયો

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.27

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરથી આવેલ નશાબંધીની ટીમ તેમજ દાહોદની જિલ્લા પંચાયતની આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની ટીમ દ્વારા આજે દાહોદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ તમાકુના વેપારીઓ તેમજ પાનના ગલ્લા ઉપર સરપ્રાઈઝ ચેકિંગ હાથ કરવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અને વેપારીઓ તેમજ દુકાનદારો પાસેથી બેફામ દંડના નાણાં વસૂલ કરાતા વેપારીઓ અને સરકારી કર્મચારીઓ વચ્ચે ભારે હોબાળો મચ્યો હતો. વેપારીઓના આક્ષેપો અનુસાર, દંડની રકમ ની સાથે સાથે વિમલ તમાકુ વગેરેનો જથ્થો પણ જપ્ત કરી લીધો હતો. અને જ્યારે દંડની આપેલ પહોંચ પર લખેલ હતું. કે દંડની રકમ બેંકમાં જઇ સરકારી ખાતામાં જમા કરાવવાની રહેશે તેમ છતાં આ કર્મચારીઓ દ્વારા સ્થળ પર જ રોકડા રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવતા તેમજ ત્રણથી ચાર ગણો દંડ અને તે પણ બેફામ ઉઘરાવવામાં આવતો હોવાના આક્ષેપો સાથે ઘણા વેપારીઓ તેમજ દુકાનદારોને તો પહોંચ વગર જ દંડની રકમ વસૂલ કરાતા વેપારીઓ તેમજ દુકાનદારોમાં ભારે રોષની લાગણી સાથે સ્થળ પર ભારે ઊહાપોહ બબાલ થઈ મચી હતી. ઘટનાની જાણ પોલીસ ના ઉચ્ચ અધિકારીઓને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.જ્યાં વેપારીઓ તેમજ સરકારી કર્મચારીઓને સમજાવટના પગલે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં પોલીસ મથકે પણ વેપારીઓ તેમજ સરકારી કર્મચારીઓમાં ઉગ્ર બોલાચાલી નો દોર ચાલ્યો હતો.

આજના આ આજની આ ઘટનાના પગલે દાહોદ શહેરના તમાકુના વેપારીઓ સહિત દુકાનદારોમાં આ સરકારી કર્મચારીઓ સામે ભારે રોષ ભભૂકી ઉઠયો હતો કારણકે વેપારીઓના આક્ષેપ પ્રમાણે, દંડની બેફામ રકમ વસૂલવામાં આવી છે તેમજ ઘણા વેપારી તેમજ દુકાનદારોને તો પહોંચ આપ્યા વગર જ દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને તે પણ બે થી ત્રણ ગણો અને સાથે સાથે તેઓના માલસામાનનો જથ્થો પણ જપ્ત કરી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના પગલે જ્યારે ત્રણ મહિના સુધી લોક ડાઉનલોડના ચુસ્ત અમલ વચ્ચે દાહોદ શહેર સહિત જિલ્લામાં તે સમયે આ વિમલ તેમજ બીજા તમાકુના પ્રોડક્ટની કિંમતમાં બેફામ વધારો થતો હતો. ત્યારે આ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નગરપાલિકાના આરોગ્યના તેમજ દાહોદ જિલ્લા પોલીસ તંત્રના જવાબદાર અધિકારીઓ ક્યાં ગયા હતા? તે સમયે પ્રજા બેફામરીતે લૂંટાઈ હતી.તે વખતે તંત્રને જોવાયું? અને તે સમયે પાન મસાલાના ઊંચા ભાવ બોલાતા હતા.ત્યારે તો તંત્ર આંખ આડા કાન કરી દીધા હતા.જેવા અનેક સવાલો સાથે દાહોદના વેપારીઓ સહિત દુકાનદારોમાં ભારે રોષની લાગણી આજે જોવા મળી હતી. હાલ હવે જ્યારે અનલોક -1 થી સમગ્ર દાહોદ જિલ્લો સ્વતંત્ર થઈ રહ્યું છે. ત્યારે આવા સમયે આ તંત્ર દ્વારા આવી કામગીરી શા માટે કરવામાં આવી રહી છે અને આવા કાર્યક્રમો શા માટે કરવામાં આવી રહ્યા છે તેવા અનેક સવાલો પણ લોકમાનસમાં વહેતા થવા માંડયા છે. પોલીસ સ્ટેશનમાં વેપારીઓ તેમજ દુકાનદારોના ભારે હોવાના પગલે ભાન ભૂલેલા તંત્રે 500 રૂપિયાથી વધુ દંડ જેની પાસેથી વસૂલ કરવામાં આવ્યો હતો તેના દંડ નાણાં ભરત ચૂકવી દેવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ જપ્ત કરેલ તમાકુ નો માલ સામાન પરત કરવાનો નિર્ણય ન કરાતા વેપારીઓમાં નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો.

error: Content is protected !!