ફતેપુરામાં બે પેઢીમાંથી સોયાબીન તેલનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો:૧૫ લીટરના સોયાબીન તેલના ૧૫૦ ડબ્બા જપ્ત કરવામાં આવ્યા:ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા બંને વેપારીના ગોડાઉનને સીલ મારી તેલના નમૂના લેબોરેટરીમાં મોકલી આપ્યા

Editor Dahod Live
2 Min Read

 શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા 

ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા તેલના નમુના લેબોરેટરી મા તપાસ થશે મોકલવામાં આવ્યા,ફતેપુરા પોલીસે તેલના ડબ્બા શંકાના આધારે ઝડપી પાડયા,ફતેપુરા પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ ને જાણ કરતા 150 સોયાબીન તેલના ડબ્બા ફૂડ એન્ડ ડ્રગ્સ એ તેલ સીલ કર્યા,ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા તેલના નમુના લેબોરેટરી મા તપાસ થશે મોકલવામાં આવ્યા.

ફતેપુરા તા.28

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં પોલીસ દ્વારા સોયાબીન તેલના ડબ્બા ઓને શંકાના આધારે પકડી પાડી ફૂડ એન્ડ ડ્રગ્સ ને જાણ કરતા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ સ્થળ પર પહોંચી તેલના ડબ્બા સીલ કરી તેલનો નમૂનો લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે

Contents

મળતી માહિતી અનુસાર ફતેપુરા પોલીસ દ્વારા સોયાબીન તેલના 15 લિટરના 150 ડબ્બાઓ શંકાના આધારે ઝડપી પાડી ફૂડ એન્ડ ડ્રગ્સ દાહોદને જાણ કરતા ફૂડ એન્ડ સેફટી ઓફિસર એન.આર.રાઠવાની ટીમ ફતેપુરા મુકામે દોડી આવી તમામ 15 લિટરના 150 સોયાબીન તેલના ડબ્બા સીલ કરી તેલનો નમુનો લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે.આ તેલના ડબ્બાઓ ફતેપુરાને બે પેઢીઓના હોવાનું જાણવા મળેલ છે.અને તમામ તેલના ડબ્બાઓ વેપારીના ગોડાઉનમાં સીલ કરેલો હોવાનું જાણવા મળેલ છે

ફતેપુરા પોલીસ દ્વારા જાણ કરવામાં આવતા તેલ ના તમામ ડબ્બાઓ સીલ કરી તેલના નમૂના લઈ તેલને તપાસ અર્થે લેબોરેટરીમાં માં મોકલી આપવામાં આવેલ છે રિપોર્ટ આવ્યા બાદ આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
એન.આર.રાઠવા
ફૂડ એન્ડ સેફટી ઓફિસર દાહોદ

Share This Article