રાજેશ વસાવે :- દાહોદ
બોગસ બિનખેતી પ્રકરણમાં વહીવટી તંત્રનો ધડાકો, 178 સર્વે નંબર શંકાસ્પદ તરીકે જાહેર કરાયા….
પ્રોપર્ટી કાર્ડ દૂષિત ન થાય,તેમજ અન્ય કોઈ બોનોફાઈડ પરચેસર ન બને તે માટે વહીવટી તંત્રનો સામૂહિક નિર્ણય..
પ્રાંત અધિકારીએ દસ્તાવેજ રેકર્ડ પર ન ચડાવવા સબ રજીસ્ટારને સર્વે નંબરોની યાદી સાથેનો લેટર લખ્યો
સબ રજીસ્ટારે વકીલો તેમજ દસ્તાવેજ બનાવનાર ફર્મને શંકાસ્પદ સર્વે નંબરોમાં દસ્તાવેજ ન બનાવવા ચેતવ્યા..
દાહોદ તા. 22
દાહોદમાં નકલી NA કૌભાંડની તપાસમાં શહેર કસ્બા તથા આસપાસના વિસ્તારની આશરે 178 ઉપરાંતની જમીનોમાં કોઈને કોઈ પ્રકારની શંકા ઉપજાવે તેવી સંદીગ્ધ નોંધો પ્રમાણિત થઇ હોવાનું તથા કેટલાક કિસ્સાઓમાં NA ના હુકમોમાં ગેરરીતી થઈ હોવાનું જણાઈ આવતા આ સંબંધે જિલ્લા સમાહર્તા શ્રી યોગેશ નિર્ગુડે લેખીત હુકમ કરતા અને આ હુકમમાં જે તે સંબંધિત અધિકારીને કોઈપણ પ્રકારનો દસ્તાવેજની નોંધણી ન કરવા કોઈ પણ નોંધ માં ફેરફાર ન કરવા તેમજ અન્ય તમામ પ્રકારના પ્રતિબંધો લગાવતા દાહોદ શહેર શહીદ કસ્બા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સુરત સહિતના અન્ય ગુજરાતના મોટા શહેરોમાં જેમ જમીન કૌભાંડો બહાર આવવા પામ્યા છે.તે જ પ્રકારે દાહોદ શહેરમાં પણ નકલી બિનખેતીના હુકમોનું આખું રેકેટ ઝડપાવવા પામ્યું છે.જોકે નકલી બિનખેતીના હુકમો અંગે શહેરના બિલ્ડર અને ડેવલોપર સહી કુલ ત્રણ જણા છેલ્લા ત્રણ મહિના કરતાં પણ વધુ સમયથી જેલના સળિયા પાછળ છે.ત્યારે આ નકલી NA પ્રકરણ અનેક મોટા માથાઓને અસરકારક સાબિત થશે.તેવું લાગી રહ્યું હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આ પ્રકરણ જાણે લોકોના માનસપટલમાંથી વિસરાઈ ગયું હતું. એવા સમયે અચાનક જ દાહોદના વહીવટી તંત્ર એ સંબંધિતોને લગભગ 178 જેટલી જમીન ઉપર પ્રતિબંધો મૂકતા હુકમો કરતા પુનઃ પાછુ નકલી NA જમીનો કૌભાંડનું ભૂત ધણધણી હોવાનું પ્રતિક થવા પામ્યું છે.અનેક પ્રકારના લીટીગેશનો પછી આ જમીન પ્રકરણો કોને તારશે અને કોને ડુબાડશે તેની ચર્ચાઓ પણ લગભગ બંધ થઈ જવા પામી હતી.ત્યારે પુનઃ એકવાર આ જમીનોના નંબરો જાહેર કર્યા હતા.શહેરમાં છુપા ભય સાથે ચકચાર મચી જવા પામી છે.દાહોદના કલેકટર તેમજ પ્રાંત અધિકારી એન બી રાજપુત સહિતે જાહેર કરેલા જમીનોના નંબરોમાં શું સંદિગ્ધ છે તેની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.ત્યારે આ તપાસમાં જે જવાબદાર જણાશે તેની સામે શું પગલાં લેવાશે.? ખરા એટલુ જ નહીં પરંતુ શહેરના જમીન બાબતોથી અજાણ એવા શહેરીજનો અને ગ્રામીણ વિસ્તારના લોકોએ ખરીદ કરેલ પ્લોટ અને મકાનો નું શું થશે એવી પણ ચર્ચાએ એક પ્રકારનો ભય ફેલાવ્યો છે.ત્યારે આ જાહેર થયેલા જમીનોના સર્વે નંબરોમાં હાલ શું સ્થિતિ છે.તેની પણ આખો વિસ્તૃત અહેવાલ તૈયાર કરાયો હોવાનું આધારભૂત સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાંત અધિકારી એન.બી. રાજપૂતે જિલ્લા સબ રજીસ્ટારને પત્ર વ્યવહાર કરી ઉપરોક્ત શંકાસ્પદ સર્વે નંબરોમાં કોઈપણ પ્રકારના દસ્તાવેજો રેકર્ડ પર ન ચડાવવા માટે તાકીદ કરી છે.તે જ પ્રમાણે સબ રજીસ્ટારે પણ દાહોદના તમામ વકીલો તેમજ દસ્તાવેજો બનાવનાર ફર્મને કોઈપણ પ્રકારના દસ્તાવેજો શંકાસ્પદ સર્વે નંબરોમાં ન બનાવવા માટે પત્ર વ્યવહાર દ્વારા જાણ કરેલ છે.
*વહીવટી તંત્ર દ્વારા 9500 કરતાં વધુ પ્રોપર્ટી કાર્ડનું ક્રોસ વેરિફિકેશન શરૂ કર્યું.*
નકલી NA પ્રકરણ સામે આવ્યા બાદ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર ગંભીર બન્યું અને છેલ્લા 20 વર્ષની તમામ નોંધો અને બિનખેતીના હુકમો ની ખરાઈ અંગે સંબંધિત કચેરીઓમાં તેમજ સરવે નંબરમાં જે તે જવાબદાર અધિકારીઓ દ્વારા જાત નિરીક્ષણ હાથ ધરી પ્રોપર્ટી કાર્ડ ધારક પાસે ઉપલબ્ધ અને તંત્રમાં નોંધાયેલા દસ્તાવેજોની માઈક્રો એનાલિસિસ હાથ ધરવામાં આવ્યો હતો.જેમાં 9500 પ્રોપર્ટી કાર્ડમાંથી 924 જેટલાં પ્રોપર્ટી કાર્ડની તપાસ કરતા 178 સર્વે નંબરો શંકાસ્પદ સર્વે નંબર તરીકે સામે આવ્યા છે.
*વહીવટી તંત્ર શંકાસ્પદ સર્વે નંબરોની તલસ્પર્શી તપાસ હાથ ધરશે,આંકડો વધવાની આશંકા.*
વહીવટી તંત્ર દ્વારા 924 પ્રોપર્ટી કાર્ડ માંથી 178 સર્વે નંબરમાં રજૂ કરેલા દસ્તાવેજો, દસ્તાવેજનો આધારે પડેલી નોંધો, બિનખેતી પ્રકરણમાં રજૂ કરેલ હુકમો તેમજ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લીધા છે જેમાં તમામ નોંધો અને હુકમ કચેરી દ્વારા ખરેખર રેકર્ડ પર આવ્યા છે કે નહીં તે જે તે કચેરીની વર્કશીટમાં નોંધ પડેલ છે કે નહીં તે અંગેની ખરાઈ કર્યા બાદ મેલાફાઈડ પરચેસરો, તેમજ સરકારશ્રીને નુકસાન પહોંચાડનાર સમો સામે ફોજદારી ગુનો દાખલ કરાવવાની આગળની તપાસ હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે શરૂઆતથી તબક્કામાં એ તો હજુ તો જેટલા સર્વે નંબરો ધ્યાને આવ્યા છે પરંતુ હજી પણ 8500 જેટલા પ્રોપર્ટી કાર્ડ ક્રોસ વેરિફિકેશન કરવાના બાકી હોવાથી આવનારા સમયમાં આ આંકડો હજી વધશે તેવા અણસાર લાગી રહ્યા છે.
*પ્રજાના હિતમાં અને પ્રોપર્ટી કાર્ડ દૂષિત ન થાય તે માટે શંકાસ્પદ સર્વે નંબરો જાહેર કરાયા :- પ્રાંત અધિકારી એનબી રાજપુત.*
પ્રોપર્ટી ખરીદવા અથવા જમીન દસ્તાવેજ કરવા પાછળ થતો ખર્ચ જે લોકો પ્રોપર્ટી ખરીદે છે. તેઓ વકીલને દસ્તાવેજ બનાવનારને લાખ રૂપિયા ના બે લાખ રૂપિયા ના સ્ટેમ્પ પણ ખરીદે છે. જે પાછળથી રદ થાય અથવા કેન્સલ થાય તો વહીવટી કામકાજ પર અસર પડે છે સાથે સાથે જે લોકો લાખો રૂપિયાના સ્ટેમ્પ ખરીદે છે. તેઓને 10% કપાતમાં પરત પૈસા મેળવવા માટે બે થી ત્રણ મહિના સુધી વહીવટી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એટલું જ નહીં તાજેતરમાં બોગસ બીન ખેતી પ્રકરણમાં જે પ્રમાણે વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન કોઈ ભેજાબાજ અથવા મને કોઈ પ્રોપર્ટી ધારક જેને ખબર છે કે મારી પ્રોપર્ટી વિવાદમાં છે. અથવા મારી પ્રોપર્ટી પણ બોગસ બિનખેતી પ્રકરણમાં તપાસની રડારમાં છે. તેવા લોકો અન્ય કોઈ ભોળાભાળા માણસને જેને આ બધી પ્રક્રિયાથી અજાણ હોય તેને છેતરી ના લે.અથવા આવો કોઈ વ્યક્તિ શંકાસ્પદ સર્વે નંબરમાં છેતરાઈ ન જાય.સર્વે નંબર દૂષિત ન થાય લીટીગેશન ઉપસ્થિત ન થાય.સાદી ભાષામાં કહીએ તો અત્યારે જે સર્વે નંબરો દસ્તાવેજી ખરાઈ માટે રડાર માં છે.તેવા સર્વે નંબરમાં અન્ય કોઈ બોનોફાઇડ પર્ચેસર ન ફસાઈ જાય તે માટે દાહોદની જનતાને જાગૃત કરવા માટે વહીવટી તંત્રમાં કલેકટર શ્રી યોગેશ નિર્ગુડે, પ્રાંત અધિકારી એનબી રાજપુત, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ,મામલતદાર તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રજા હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
*કચેરી તપાસ દરમિયાન ચાર બોગસ હુકમ મળ્યા પરંતુ જે તે અધિકારીએ રેકર્ડ પર ન ચડાવ્યા.*
બોગસ બીન ખેતી પ્રકરણમાં તપાસ કરનાર સંબંધિત વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓને રેકર્ડ ના પોટલામાં ચાર હુકમો બોગસ મળ્યા છે. જે કચેરીમાં તો જમા કરાવ્યા હતા.પરંતુ તેમની નોંધ રેકર્ડ પર નથી લેવામાં આવી. એટલે ખોટા હુકમો ભલે કચેરીના પોટલામાં મળ્યા હોય.પરંતુ જે તે સમયે અધિકારીઓએ નોંધ પાડી ન હતી.