સિંગવડમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સીડીપીઓને આવેદન.
સીંગવડ તા. ૧૬
સિંગવડ તાલુકા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તેમની માંગણીઓને લઈને બે દિવસ આંગણવાડીના કામોથી દૂર રહેવા તથા તાલુકા પંચાયત ખાતે સી.ડી.પી.ઓને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
સિંગવડ તાલુકા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તેમની પડતર માંગણીને લઈને ઘણા ટાઈમથી વિરોધ કરી રહ્યા છે અને તેનો કોઈપણ જાતનો સરકાર દ્વારા તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવતા અંતે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા 16 2 24 ના રોજ સિંગવડ તાલુકાના મા ભમરેચી મંદિર ખાતે સિંગવડ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો ભેગી થઈને 16 2 અને 17 2 ના રોજ તેમના આંગણવાડીના કામોથી દૂર રહીને વિરોધ નોંધાવ્યો હતો જ્યારે તારીખ 17 2 2024 ના રોજ દાહોદ ખાતે આંગણવાડી કાર્યકર ભેગા થઈને એક આવેદનપત્ર આપવાનો હોય તેની જાણ માટે તેમને સિંગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે સી.ડી.પી.ઓને એક આવેદન ની નકલ આપીને તારીખ 17 2 24 ના રોજ દાહોદ મુકામે જવાના હોય અને ત્યાં રેલી સ્વરૂપે સરકારી ઓફિસ ખાતે પહોંચીને ત્યાં આવેદન આપવાના હોય તેની જાણ કરવા માટે તારીખ 16 અને 17 એમ બે દિવસથી આંગણવાડીના કામોથી દૂર રહીને વિરોધ નોંધાવ્યો હતો.