
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં મારી માટી મારો દેશ,માટીને નમન, વીરોને વંદન અંતર્ગત અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો.
જિલ્લા પ્રમુખ ( કરણસિંહ )પર્વતભાઈ ડામોર ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ મયુર ભાભોર ઉપપ્રમુખ લલુભાઇજાદવ ઉપસ્થિત રહ્યા.
ગરબાડા તા. ૧૯
ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે મેરી માટે મેરા દેશ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાના અમૃત કળશ યાત્રાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ પર્વતભાઈ ડામોર તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર અને ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ની અધ્યક્ષતામાં યોજાઇ હતી આ કાર્યક્રમમાં ગરબાડા તાલુકાના 41 ગ્રામ પંચાયતોમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત અમૃત કળશમાં એકત્રિત કરેલ માટે ને હાથમાં લઈને પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમમાં પાર્ટી પ્રમુખ પ્રજીતસિહ રાઠોડ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં એકત્રિત કરેલ અમૃત કળશને દિલ્હી ખાતે લઇ જવામાં આવશે અને માતૃ ભૂમિને સમર્પિત કળશ યાત્રા હેઠળ દેશભરના તમામ ગામોની માટી એકત્ર કરીને દેશની રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ સુધી લાવીને આઝાદીનો અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવશે. આ સ્મારક આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનું સ્મૃતિ સ્થળ અને સાથેજ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર સપૂતો માટે સાચી શ્રદ્ધાંજલી પણ હશે..