Thursday, 26/12/2024
Dark Mode

ગરબાડા તાલુકાના ભે ગામે અકસ્માતમાં મૃત્યુ પામનાર GRD જવાનના પરિવારને સહાયનો ચેક અર્પણ કરાયો…

August 4, 2023
        883
ગરબાડા તાલુકાના ભે ગામે અકસ્માતમાં મૃત્યુ પામનાર GRD જવાનના પરિવારને સહાયનો ચેક અર્પણ કરાયો…

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના ભે ગામે અકસ્માતમાં મૃત્યુ પામનાર GRD જવાનના પરિવારને સહાયનો ચેક અર્પણ કરાયો…

 GRD જવાન ફરજ પૂરી કર્યા બાદ મોટરસાયકલ પર દૂધ ભરવા જતા વરસાદી માહોલમાં ધરાસાઈ થતા મોતને ભેટ્યો હતો.. 

સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર તેમજ તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં પરિવારજનોને સહાયનો ચેક અર્પણ કરાયો..

ગરબાડા તા.03

ગરબાડા તાલુકાના ભે ગામે થોડા દિવસ પહેલા વરસાદી માહોલમાં પોતાની ફરજ પૂર્ણ ડેરી પર દૂધ ભરવા જઈ રહેલા જઈ રહેલા મોટરસાયકલ સવાર GRD જવાનના માથે વીજ પોલ ધરાશાયી થતા તેઓનું સ્થળ પર જ મોત નીપજતા તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યો હતો આ બનાવવામાં સ્થાનિક વહીવટી તંત્ર સહાય મંજૂર કરતા સ્થાનિક ધારાસભ્ય તેમજ ટીડીઓ ની ઉપસ્થિતિમાં મૃતકના પરિવારજનોને ₹4,00,000 નો સહાયનો ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.

 

ગરબાડા તાલુકાના ભે ગામ ખાતે રહેતા 39 વર્ષીય  વિજયભાઈ સેવાભાઈ  રાઠોડ જે ગરબાડા પોલીસ મથકે જી.આર.ડી જવાન તરીકે ફરજ બજાવતા હતા.તેઓ પોતાની ફરજ પૂર્ણ કરીને ઘરે જઈને સવારના સમયે દૂધ આપવા માટે મોટર સાઇકલ પર ડેરી પર જઈ રહ્યા હતા. તે દરમિયાન ગારી ફળિયા રોડ ઉપર ભારે વરસાદના કારણે અકસ્માતે વીજપોલ ધરાસાઈ થતા ત્યાંથી પસાર થતા ઉપરોક્ત GRD જવાન વિજયભાઈ રાઠોડના માથાના ભાગે પડતા તેઓને ગંભીર ઇજા થતાં તેઓનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જે બાદ સ્થાનિક તંત્ર દ્વારા મૃતક જી આર ટી જવાન ના પરિવારજનોને સહાય વિતરણ કરાવવા જરૂરી કાગળિયા દસ્તાવેજો કર્યા હતા જે અંતર્ગત તેઓની સહાય મંજુર થતા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર તેમજ તાલુકા વિકાસ અધિકારી અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેમના પરિવારને ₹4,00,000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!