વન વિભાગનો નવતર પ્રયોગ. દુર્ગમ વિસ્તારોને હરિયાળું બનાવવા ડ્રોનથી બીજનું વાવેતર કરવામાં આવ્યુ.

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે દાહોદ 

વન વિભાગનો નવતર પ્રયોગ. દુર્ગમ વિસ્તારોને હરિયાળું બનાવવા ડ્રોનથી બીજનું વાવેતર કરવામાં આવ્યુ.

દાહોદ તા.૧૯

નાયબ વન સંરક્ષકશ્રી બારીયા આર.એમ.પરમાર સાહેબની સુચના અનુસાર સહાયક વન સંરક્ષકશ્રી બારીયા અને દાહોદ અભિષેક સમારીયા સાહેબના માર્ગદર્શન હેઠળ પરિક્ષેત્ર વન અધિકારીશ્રીસાગટાળા પી.એચ.પ્રજાપતિની દેખરેખ હેઠળ બારીયા વન વિભાગ હેઠળ સાગટાળા રેન્જના કાર્યક્ષેત્રનો કુલ ૮૦૫૦.૦૦ હેકટર વન વિસ્તાર આવેલો છે. રેન્જનો તમામ વન વિસ્તાર અતિગીય, ડુંગરભાગ અને અતિદુર્ગમ વન સંપતિ ધરાવતો વન વિસ્તાર આવેલો છે જેમાં જે દુર્ગમ વિસ્તાર આવેલ છે કે જયાં માણસ પહોચી શકે તેમ નથી જયાં માનવ બળથી પણ વાવેતર થઇ શકે તેમ નથી રોપા વાહતુક થઇ શકે તેમ ન હોય તેવા વન વિસ્તારો વાવેતર વિના વંચિત ન રહી જાય તે હેતુથી વન વિભાગ ધ્વારા એક નવતર પ્રયોગ રુપે આધુનિક પધ્ધતિથી હાલમાં સાગટાળા રેન્જમાં નાયબ વન સંરક્ષકશ્રી બારીયા તરફથી ડ્રોન ઘ્વારા બીજ વાવેતર કરવા માટે ૬૦.૦૦ હેકટરનો લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે. સરકારશ્રીની વન વ્યવસ્થા અને વિકાસની યોજના હરિત વસુધરા પ્રોજેકટ અંતર્ગત ડ્રોન થી બીજ વાવેતર કરવા માટે સાગટાળા રેન્જમાં સાગટાળા(પુર્વ)નો હેકટર ૩૦,૦૦ દુર્ગમ પહાડોવાળો જંગલ ભાગ, છાસીયા સાદડીયા અને આમલીપાણીછોત્રા હેકટર ૩૦.૦૦ ના અતિ દુર્ગમ અને ખુજબ અંતરીયાળ ડુંગરવાળો પહાડી વિસ્તાર તેમજ ઉંડા કોતરો જયાં માનવ જાતને જવું અતિ મુશ્કેલ છે તેવા છોટાઉદેપુર વન વિભાગની બોર્ડરવાળા અતિ દુર્ગમ જંગલ વિસ્તારમાં આ ડ્રોન ધ્વારા બીજનું વાવેતર કરવામાં આવેલ છે.

જેમાં વન્યપ્રાણીઓ અને પક્ષીઓને ફળ ફુલ ઉપયોગી એવી ટ્રીટેડ કરેલી સારી જાતોના બીજ જેવા કે ખાખરો, બોર, ખાટી આંબલી, ટીમરુ, કુસુમ, આલેડી, ગુદાં, લીમડો, સાગ,વાંસ, ખેર જેવી જાતોના બીજ નું વાવેતર સ્થાનિક સ્ટાફ સાથે રહીને કરવામાં આવેલ છે.ભવિષ્યમાં આ કિમંતી બીજની જાતનો ઉગાવો થઇ તે હરીયાળો અને વૃક્ષ અચ્છાદિત થશે આ વન વિસ્તારને સરક્ષણ પુરુ પાડવાના તમામ પ્રયત્નો સ્થાનિક સ્ટાફ તેમજ વન વિભાગ ધ્વારા હાથ ધરવામાં આવશે અને ડુંગરને વૃક્ષ અચ્છાદિત હરિયાળો બનાવવામાં આવશે. જંગલમાં રહેતા વન્યપ્રાણી,પશુપક્ષીઓને રહેઠાણ અને ખોરાક ઉપલબ્ધ થશે.વન્યપ્રાણીઓને જંગલ વિસ્તારમાં ખોરાક ઉપલબ્ધ થતાં તેઓ જંગલ માંથી માનવ વસ્તી રહેઠાણવાળા વિસ્તારમાં આવતા બંધ થશે તેમજ માનવ જાત અને માલઢોરને વન્યપ્રાણીઓથી થતા હુમલાના બનાવોમાં સમાયંતરે ઘટાડો થશે. આગામી સમયમાં વાવેતર કરેલ જાતોનું પરિણામ સારા પ્રમાણમાં મળી વન સંર્વધનમાં વધારો થશે.

Share This Article