Thursday, 21/11/2024
Dark Mode

નવસારીના જમાત ખાનાનું કામ પૂર્ણ કરી પરત આવતા દેવગઢ બારીયાના સાત વ્યક્તિઓ હોમ કોરોન્ટાઈનમાં : પોલીસે જાહેરનામાના ભંગ બદલ તમામ ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો

નવસારીના જમાત ખાનાનું કામ પૂર્ણ કરી પરત આવતા દેવગઢ બારીયાના સાત વ્યક્તિઓ હોમ કોરોન્ટાઈનમાં : પોલીસે જાહેરનામાના ભંગ બદલ તમામ ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.06

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ ના સંક્રમણની વચ્ચે તબલીગી જમાતના લોકોથી હાલ સમગ્ર ભારત દેશ મુશ્કેલીમાં મૂકાયું છે. માત્ર હવે દાહોદ જિલ્લો તેમજ મહીસાગર જિલ્લા સિવાય ગણ્યાગાંઠ્યા એક બે જિલ્લાઓ કોરોના મુક્ત છે અને થોડા સમય પહેલા પંચમહાલ જિલ્લામાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવતા આજુબાજુના જિલ્લાઓ એલર્ટ બનવા પામ્યા છે.ત્યારે આવા સમયે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાગારામા ગામેથી ચાલતા પસાર થઈ આવતા સાત જેટલા જમાતીઓ આ માર્ગેથી પસાર થતાં પોલીસે તમામની અટકાયત સહિત મેડિકલ ચેકઅપ કરી સ્પોર્ટ કોમ્પ્લેક્ષ દેવગઢબારિયા મુકામે હોમ કોરોન્ટાઈન મૂકી તમામના મેડિકલ રિપોર્ટો ઉચ્ચ સ્તરી એ મોકલી દેવામાં આવ્યા છે. હાલ જોવાનું એ રહ્યું કે આ જમાતીઓથી દાહોદ જિલ્લો મુશ્કેલીમાં મુકાશે કે પછી ભગવાનની મહેરબાનીથી સુરક્ષિત રહેશે.જેવી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઉપરોક્ત બનાવમાં પોલીસે આ સંદર્ભે તમામ 7 જણા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર યાકુબ મજીદ પટેલ રહે. (રહે. કાપડી મસ્જિદ સામે પટેલ ફળિયુ દેવગઢ બારીયા), સલીમ કયુમ પટેલ(રહે. ફોરેસ્ટ કોલોની સામે, દેવગઢ બારીયા), અબ્દુલ સમદ અયુબ રહીમવાળા(રહે. દેવગઢ બારીયા દેવગઢબારિયા વાલેશ્વર રોડ), મુસા ઈબ્રાહીમ પટેલ(રહે કાપડી મસ્જિદની સામે પટેલ ફળિયુ દેવગઢ બારીયા), તાહીર યુસુફ રહીમવાળા(રહે. વાઘેશ્વર રોડ દેવગઢ બારીયા), ઇમ્તિયાજ અબ્દુલ્લા રહીમવાળા(રહે. કાપડી દેવગઢ બારીયા), સરફરાજ હકીમ કડવા(રહે. કાપડી દેવગઢ બારીયા) ઉપરોક્ત 7 જણા આજરોજ તારીખ ૬ એપ્રિલના રોજ ચાલતા દેવગઢ બારીયાના સાગારામા ગામ તરફથી પસાર થઈ રહ્યા હતા.આ સમયે પેટ્રોલીંગમાં નીકળેલા પોલીસને વ્યક્તિઓ જ નજરે પડતાં શંકા ગઈ હતી.અને તેઓની પાસે જઈ પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.બાદમાં પોલીસને કડકાઈ પૂર્વક પૂછપરછ કરવાની ફરજ પડતાં ઉપરોક્ત વ્યક્તિઓએ જણાવ્યું હતું કે, તેઓ વેસ્માગામ જીલ્લો નવસારીથી તેઓનું જમાતનું કામ પુરુ કરી પ્રાઈવેટ વાહન મારફતે ગોધરા આવ્યા હતા.અને મુસ્તાકભાઈ કાલુભાઈ ઘાંચી (રહે.મેંદા પ્લોટ) ના ઘરે રોકાયા હતા આજરોજ બપોર બાદ ત્યાંથી ચાલતા રોડ ઉપરથી આવી રહ્યા હતા.અને એક ઈકો ગાડીમાં બેસી શનિયાડા સુધી આવ્યા હતા.અને ત્યાંથી ચાલતા ચાલતા આવતા હતા.તેમ ઉપરોક્ત સાતેય જણાવ્યું હતું પોલીસ દ્વારા આ વ્યક્તિઓનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેઓને સ્પોર્ટસ  કોમ્પ્લેક્સ દેવગઢ બારીયા ખાતેના હોમ કોરોન્ટાઈન મુકવામાં આવ્યા હતા.અને તમામના મેડીકલ રિપોર્ટો મોકલી દેવામાં આવ્યા છે.હાલ વહીવટી તંત્ર દ્વારા આ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે ત્યારે બીજી તરફ વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ઉપરોક્ત સાથે 7 વ્યક્તિઓ નવસારીથી આગળ ગયા ન હતા પરંતુ અહીં ચર્ચાનો વિષય એ રહેવા પામ્યો છે કે ઉપરોક્ત 7 વ્યક્તિઓ ગોધરા થી આવતા તો ગોધરા ખાતે અથવા તો રસ્તામાં તેમનું મેડિકલ ચેકઅપ નહીં કરવામાં આવ્યું હોય? અગર જો આ ગંભીર ભૂલ થઈ હોય તો એ ખૂબ જ મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે.ત્યારે આ મામલે પોલિસ દ્વારા પ્રારંભિક પૂછપરછમાં ઉપરોક્ત સાતેય  જણાય નવસારીથી આગળ નથી ગયા હોવાનું બહાર આવ્યું છે ત્યારે જિલ્લાના આરોગ્ય વિભાગે સાવચેતીના ભાગરૂપે તમામ જમાતિઓની  તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસ તંત્ર પણ ઉપરોક્ત સાતેય જણાનો દિલ્લી જોડે નાતો છે કે નહિ તે દિશામાં ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

હાલ તો આ સમગ્ર બાબતે દેવગઢ બારિયા પોલીસ દ્વારા ઉપરોક્ત સાથે ઈસમો વિરુદ્ધ નિયમો તેમ જાહેરનામાના ભંગ અંગેનો ગુનો દાખલ કરી સઘન તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!